Arvind Kejriwal Gets Bail: સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંની બેંચે તેમની જામીન અરજી પર ચુકાદો સંભળાવ્યો છે.

Continues below advertisement

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 26 જૂને CBIએ ધરપકડ કરી હતી. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે અગાઉની સુનાવણીમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

જામીન માટે શું હશે શરતો

Continues below advertisement

- અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે નહીં.

- કોઈપણ ફાઇલ પર સહી કરી શકશે નહીં.

- કેસ સંબંધિત બાબતો પર જાહેરમાં ચર્ચા કે ટિપ્પણી નહીં કરે.

- તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે.

- જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.

સુપ્રીમ કોર્ટે ધરપકડને યોગ્ય ગણાવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે તેમની ધરપકડ ખોટી નથી. કારણ કે આરોપનામું દાખલ થઈ ગયું છે અને ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂરી થવાની નથી, એટલે તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવાનું ઔચિત્ય નથી. અરવિંદ કેજરીવાલે 10 લાખનો બેલ બોન્ડ ભરવો પડશે.

જામીન મળ્યા બાદ આપ નેતા અને સાંસદ રાઘવ ચડ્ઢાનું ટ્વિટ

કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10 મેના રોજ, તેમને સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્હયા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી મુક્ત કરવાની મંજૂરી આપી હતી. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. જો કેજરીવાલ આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે મુક્ત થાય છે તો જેલમાં વિતાવેલ કુલ સમય 177 દિવસનો થશે. જો મુક્તિના 21 દિવસ ઓછા કરવામાં આવે તો કેજરીવાલ કુલ 156 દિવસ જેલમાં રહ્યા.

આ પણ વાંચો

SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ