NRG News:  ભારતીયો પર વિદેશમાં હુમલાની ઘટના સમયાંતરે આવતી રહે છે. અમેરિકામાં ગુજરાતી યુવક પર ફાયરિંગની ઘટના સામે આવી છે. નડિયાદના ઉજાસ મેનગર નામના યુવક ઉપર અમેરિકાના નોર્થ કોરોલીના સ્ટેટમાં હુમલો થયો છે. લૂંટના ઇરાદે અજાણ્યા વક્તિએ ગ્રીન બોરો સિટીમાં રહેતા ઉજાસ ઉપર હુમલો કર્યો. ગ્રીન બોરો સિટીમાં ઉજાસના ઘર આંગણે જ અજાણ્યા વક્તિએ લૂંટના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઉજાસને પેટના ભાગે ગોળી વાગતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. ઉજાસ ઘણા સમયથી અમેરિકામાં પરિવાર સાથે રહે છે.




જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર એક કાર સવારે હવામાં ફાયરિંગ કરીને વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી. 4 નવેમ્બરે રાત્રે 8 વાગ્યા દરમિયાન, એક કાર સવાર બેરિયર તોડીને એરપોર્ટ ગ્રાઉન્ડમાં પ્રવેશ્યો અને હવામાં બે વાર હથિયારથી ફાયરિંગ કર્યું. કાર સવારની હરકતોથી હેમ્બર્ગ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. આ પછી એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે કોઈને ઈજા થઈ નથી, પરંતુ એરપોર્ટે જાહેરાત કરી હતી કે તે હાલ માટે ટેકઓફ અને લેન્ડિંગ માટે બંધ છે. પોલીસે માહિતી આપી હતી કે ફાયરિંગ બાદ વ્યક્તિએ કારમાંથી બે સળગતી બોટલો ફેંકી દીધી હતી.




જર્મન પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે હુમલાખોરની કારમાં એક બાળક પણ હાજર હતો. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અલગથી કહ્યું કે તેઓ એક મોટું ઓપરેશન ચલાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, એરપોર્ટ બંધ થયા પછી લગભગ 27 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. જર્મન સમાચાર એજન્સી ડીપીએ અનુસાર, ઉત્તરી જર્મન શહેર હેમ્બર્ગનું એરપોર્ટ મુસાફરો માટે બંધ કરવામાં આવ્યું હતું અને શનિવારે રાત્રે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જર્મન ફેડરલ પોલીસના પ્રવક્તા થોમસ ગેર્બર્ટે ડીપીએને જણાવ્યું હતું કે ઘટનાસ્થળે અને હુમલાખોરના વાહનની આસપાસ મોટી સંખ્યામાં રાજ્ય અને સંઘીય પોલીસ અધિકારીઓ હાજર હતા.