આણંદ :  આમ તો ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવે છે. તેમની અંદર ચાલતા વિખવાદો ભાગ્યે જ બહાર આવે છે. પરંતુ હાલમાં થોડા સમયથી ગુજરાતમાં જે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે તેનાથી પાર્ટી ચાલી રહેલી ટાંટિયા ખેંચ ખુલ્લીને લોકોની સામે આવી છે. લોકસભા ચૂંટણી પહેલા બીજેપીમા ચાલી રહેલો આંતરકલહ પાર્ટીને નુકશાન પહોંચાડી શકે છે.

Continues below advertisement


અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી ખેંચતાણ અંગે નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. કરમસદ મેડીકલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિસ્તબઘ્ધ પાર્ટીની ખેંચતાણ અંગે જણાવ્યું હતું.


વિપુલ પટેલે કહ્યું કે, અમારી પાર્ટીમાં પણ ખેંચતાણ ચાલે છે. ક્યારે પડું તેની રાહ જોઈને પાર્ટીમાં લોકો બેસે છે. આપણે ક્યારે પદ પરથી હટીયે અને જગ્યા થાય તેની રાહ જોનારા પાર્ટીમાં છે. મને ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનો ચેરમેન બનાવતા પાર્ટીના કેટલાકને ગમ્યું ન હતું. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી પત્રિકાકાંડથી લઈને જામનગરના ધારાસભ્ય અને સાંસદ વચ્ચે થયેલી બોલાચાલીથી બીજેપીની અંદર ચાલતી ટાંટીયાખેંચથી રાજકારણ ગરમાયું છે.


જામનગર ખાતે બીજેપીના ત્રણ મહિલાઓ વચ્ચે થયેલા બોલાચાલી લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું. આ મામલે જામનગરના મેયર અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જો કે, સાંસદ પૂનમ માડમે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. હવે મોડી સાંજે પૂનમ માડમે પોતાની વાત મીડિયા સમક્ષ રાખી છે. તેમણે કહ્યું કે, મે મોવડી મંડળની મંજૂરી બાદ હું પ્રતિક્રિયા આપી રહી છું.


 



જામનગરમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે વિવાદ મુદ્દે આખરે સાંસદ પૂનમ માડમે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે,પાર્ટીની અનુમતિ બાદ હું નિવેદન આપી રહી છું. મેયર મારા મોટાબેન જેવા છે જ્યારે રીવાબા નાનાબેન સમાન છે. ક્યાંય ગેરસમજનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.



મારી ભૂમિકા ન માત્ર સાંસદ પણ પાર્ટીના કાર્યકર તરીકે હતી. ટુંકી ગેરસમજ થઈ છે જેનો વીડિયો વાઇરલ થયો છે જેનાથી વધુ કાઈ જ નથી.ભાજપ પરિવાર મજબૂત પરિવાર છે. આ પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, બે મહામંત્રીઓ અને મેયર પણ હાજર રહ્યા હતા. એ સ્થળ કોઈ વધુ ચર્ચા કરવાનું નહોતું માટે મે સ્થળ પર સોરી કહ્યું હતું. 


 



શું હતો વિવાદ?


શહીદોની શ્રદ્ધાજલિ કાર્યક્રમ દરમિયાન ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળ્યો. આજે જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલ વાદ વિવાદ હાલ ચર્ચામાં છે. જામનગરમાં શહીદોની શ્રદ્ધાજલિ અતર્ગત યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય રિવાબા ગુસ્સામાં લાલઘૂમ જોવા મળ્યાં. રિવાબા સાંસદ અને ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતિમાં આક્રોશમાં જોવા મળ્યાં હતા. તેમના ગુસ્સાનો આ વીડિયો વાયરલ પણ થયો છે. જો કે તેમણે આ મામલે મીડિયા સમક્ષ રૂબરૂ થતાં સમગ્ર મુદ્દો શું હતો તે મુદ્દે સ્પષ્ટીકરણ આપ્યું હતું.


રિવાબાના ગુસ્સાનું કારણ શું હતું?









આ વાતને લઇને સાંસદ પૂનમ બહેન માડમે કોઇનું નામ લીધા વિના કહ્યું કે. કેટલાક ભાન વિનાના લોકો ઓવરસ્માર્ટ થાય છે. પીએમ કે રાષ્ટ્રપતિ પણ શહીદના સ્મારક પર ચપ્પલ ઉતારીને શ્રદ્ધાંજલિ નથી આપતા જ્યારે અહીં બધા ચપ્પલ ઉતારીને. આ મુદ્દે રિવાબા ગુસ્સે થયા હતા અને શહીદોને સન્માનમાં ચપ્પલ ઉતારવા એ ઓવરસ્માર્ટનેસ નથી તેવો જવાબ આપ્યો હતો. બાદ  પૂનમ બહેન માડમનો પક્ષ લેતા મેયર બીના બહેન પણ રિવાબા સામે ઉદ્ધતાઇથી વાત કરીને હતી. જે સમગ્ર ઘટનાને લઇને રિવાબા રોષે ભરાયા હતા. રિવાબાએ આ સમગ્ર ઘટના વિશે સ્પષ્ટીકરણ આપતા મીડિયાકર્મીને પણ સત્ય, નિષ્પક્ષ રીતે લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી