Amul News: અમૂલ ડેરી દ્વારા લાખો પશુ પાલકોને મોટી ભેટ આપવામાં આવી છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોએ 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા પ્રતિકિલો ફેટે 820 હતા જે હવે વધીને 850 કરવામાં આવ્યા છે. નવો ભાવ વધારો 11 ઓગસ્ટથી અમલી બનશે. ભાવ વધારાથી આણંદ, ખેડા,  મહીસાગર જિલ્લાની દૂધ મંડળીના લાખો ખેડૂતોને લાભ થશે.


ક્યારથી નવો ભાવ વધારો બનશે અમલી


આ ભાવ વધારો 11 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે અને હવે નવો ભાવ પ્રતિકિલો ફેટ 850 રૂપિયા કરાયો છે. ગાયના દૂધમાં પણ પ્રતિકિલો ફેટે 13.70 રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલ ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. જેની જગ વિખ્યાત વિવિધ પ્રોડ્કટ ધૂમ મચાવી રહી છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 820 રૂપિયા હતો જેમાં 30 રૂપિયાનો વધારો કરી 850 રૂપિયા પ્રતિ કિલો ફેટે કરાયો છે. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અમૂલ ડેરીના આ નિર્ણયથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.




પશુઓના ખોરાકના ખર્ચમાં ચાલુ વર્ષે થયો છે 20 ટકાનો વધારો


આ વર્ષે પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજીત 15 થી 20% જેટલો વધારો થયેલો છે. જેથી ઘાસચારા સાથે સાથે દાણના ભાવમાં પણ વધારો થવાથી પશુપાલકોને આર્થિક ભારણ વધ્યુ છે. જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રુપિયા 30નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ભેંસના દૂધના 1.85 થી 2.16 રૂપિયા પ્રતિ લીટર તેમજ ગાયના દૂધમાં 1.29થી 1.36 રૂપિયા પ્રતિલીટર વધારો કરવામાં આવ્યો છે.


મહેસાણા દૂધ સાગર ડેરીના દુધમાં પાણી નાખી સારું દૂધ પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું રેકેટ ઝડપાયું હતું. દૂધ સાગર ડેરીના વહીવટ કરતા ઉંઘત રહ્યા અને પોલીસે પાણી વાળું દૂધ લોકોને પિતા બચાવ્યા હતા. મહેસાણાની દૂધ સાગર ડેરીમાં જ્યાં લાવતું હતું પાણી વાળું ભેળસેળ વાળું દૂધ આ અમે નથી કહેતા ખુદ મહેસાણા પોલીસ કહી રહી છે. મહેસાણાની વડનગર પોલીસે દૂધ સાગર ડેરીનું દૂધ ચોરી થાતાનું રેકડ ઝડપ્યું છે. જેમાં ચોકાવનારા ખુલાસા થયા છે, વડનગર પોલીસને બાતમી મળી કે દૂધ સાગર ડેરીના રૂટ નંબર ૭૩૦ના ટેન્કર માંથી છેલ્લા ઘણા સમય થી ખુદ ટેન્કર ચાલક દૂધની કાઠી જેટલું દૂધ નીકાળ્યું હોઈ તેટલું પાણી નાખી દેતા અને જે દૂધની ચોરી કરી હોઈ તે દૂધ સુઠીયા ગામની જય ગોગા નામની પ્રાઇવેટ ડેરીમાં સસ્તા ભાવે વેચાણ કરાતું. હતું જો કે વડનગર પોલીસે અહીં રેડ કરી દૂધ વેચતા ટેન્કર ચાલક સહીત ચાર લોકોને પકડી લીધા છે.