એસીબીના હાથમાં આણંદનો જમીન વિકાસ નિગમ લી.નો ફિલ્ડ આસી. કર્મચારી ધીરુ શર્મા પકડાયો છે. તેના પોતાની નોકરી દરમિયાન મળેલી સત્તાનો દુરુપયોગ કરી પરિવારના સભ્યોના મિલકત સંબંધીત દસ્તાવેજી પુરાવાઓ અને બેન્ક ખાતાઓ સહિતની માહિતીઓ એસીબીએ મેળવી હતી. એસીબીએ જ્યારે તેની મિલકતો સહિતના દસ્તાવેજો અને તેની આવક વચ્ચે સરખામણી કરી તો સૌ ચોંકી ઉઠ્યા હતા. ક્લાસ 3 અધિકારી પાસે અધધધ મિલકત મળી આવી હતી.
ધીરુભાઈ શર્મા પાસે 8 કરોડ 4 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જેમાં ત્રણ વર્ષમાં 1 કરોડ 18 લાખ રોકડ રકમ તેમજ જુદા જુદા બેંક એકાઉન્ટમાં જમા તેમજ રોકડ રકમની સ્થાવર મિલકત ખરીદી અને ખર્ચ 1.10 કરોડ ખર્ચ મળી આવ્યો છે. ખેડામાં કરોડો રૂપિયાની કિંમતનો જલાશ્રય રિસોર્ટ અને લક્ઝુરિયસ કાર મળી આવી છે. જો કે આરોપી ધીરુ શર્માએ ખેડા, નડિયાદમાં અલગ અલગ મિલકતો પોતાના કૌટુંબિકના નામે લીધી હોવાનું સામે આવ્યું છે. જેમાં હજી પણ કેટલીક મિલકત છે જે મામલે એસીબી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે.