Crime News: આણંદમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. વલ્લભવિદ્યાનગરમાં એક ઓફિસમાં કામ કરતી પરિણીતા સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે હાલમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 


આણંદના વલ્લભવિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મની ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, વલ્લભ વિદ્યાનગરમાં એવરેસ્ટ ઓવરસીસના સંચાલક જેનુ નામ ભૌતિક મકવાણા છે, તેને પોતાની જ ઓફિસમાં કામ કરતી એક પરિણીતાનો હવસનો શિકાર બનાવી છે. સંચાલકે પહેલા પરિણીતા કૉલ્ડડ્રિક્સમાં કેફી પીણું પીવડાવ્યુ હતુ, બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ, અલગ અલગ સ્થળે લઇ જઇને પરિણીતા હવસનો શિકાર બનાવી હતી. હાલમાં પરિણીતા આ અંગે શહેરના વલ્લભ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે તપાસ શરૂ કરી છે. 


નવસારીમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, મિત્ર એક્ટિવા પર રાત્રે અવાવરૂં જગ્યાએ લઇ ગ્યો ને....


ઉત્તર પ્રદેશના  આગ્રામાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે જણાવ્યું કે એક શિક્ષિકાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવા અને તેને બ્લેકમેઇલ કરવાના આરોપમાં ચાર વિદ્યાર્થીઓને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મથુરાની એક શાળામાં કાર્યરત મહિલા શિક્ષિકા આગ્રાના 10મા ધોરણના એક વિદ્યાર્થીને વધારાના પાઠ શીખવી રહી હતી, જે પોતાના અભ્યાસમાં સંઘર્ષ કરી રહ્યો હતો. અમર ઉજાલાના અહેવાલ અનુસાર, ધીરે ધીરે વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકા સાથે નજીકના સંબંધો બનાવ્યા હતા અને છુપી રીતે પોતાના ફોન પર તેનો એક અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો હતો. પછી તે વીડિયોનો ઉપયોગ કરીને જબરદસ્તીથી જાતીય સંબંધો બનાવવા માટે બ્લેકમેઇલ કરવા લાગ્યો. જ્યારે શિક્ષિકાએ પોતાને તેનાથી દૂર કરી લીધી અને તેનો નંબર બ્લોક કરી દીધો, ત્યારે વિદ્યાર્થીએ પોતાના ગામમાં પોતાના ત્રણ મિત્રોને અશ્લીલ વીડિયો મોકલીને મામલાને વધુ વણસાવ્યો. આ મિત્રોએ વીડિયોને આગળ શેર કર્યો, તેને વોટ્સએપ પર ફેલાવ્યો. એટલું જ નહીં વાયરલ કરવા માટે એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ બનાવી દીધું. શરમિંદા થઈને શિક્ષિકાએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો, પરંતુ અંતે મિશન શક્તિ અભિયાન કેન્દ્રથી મદદ માંગી. સમર્થન મળ્યા પછી, તેણે મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો.


આ પણ વાંચો


Valsad: ટ્યુશનથી છૂટી ઘરે જતી યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો