આણંદઃ શહેર(Anand)માં પતિ-પત્ની લગ્નેત્તર સંબંધની ઘટના સામે આવી છે. પત્ની અને પ્રેમીની (wife affair) વાતચીતની ક્લિપ પતિની હાથમાં આવી જતાં પતિએ પત્ની ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરી હતી. જોકે, પત્નીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેમજ પતિને પણ તેની પ્રેમિકા સાથેના સંબંધો (husband affair) તોડી નાંખવા માટે પતિ ઉસ્કેરાઇ ગયો હતો અને જો પત્ની સાથે રહેશે તો આપઘાતની ચીમકી ઉચ્ચારી હતી. અંતે યુવતીએ મહિલા હેલ્પલાઇન (women helpline) ની મદદ લેવી પડી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મહિલા હેલ્પ લાઇન 181ની ટીમને કોલ મળ્યો હતો કે, પતિને અન્ય યુવતી સાથે લફરું હોવાથી તે પ્રેમિકા સાથે સતત ફોન અને ઓનલાઇનટ ચેટિંગ કરતો હતો. તેમજ પત્ની કંઇ કહે તો તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. પતિની હરકતોથી કંટાળી પત્નીએ પણ અન્ય યુવક સાથે પ્રેમસંબંધ બાંધ્યા હતા. બંને પોતપોતાના સંબંધોમાં વ્યસ્ત હતા.
જોકે, પતિના હાથમાં પત્નીની પ્રેમી સાથેની વાતચીતની ક્લિપ આવી ગઈ હતી. આથી બંને વચ્ચે તકરાર થઈ હતી. તેમજ તે પત્નીને ઘરમાંથી કાઢવા માંગતો હતો. જોકે, પત્નીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેમજ પતિને પણ પ્રેમિકા સાથેના સંબંધો તોડી નાંખવા કહ્યું હતું. જોકે, આ વાતનો પતિએ ઇનકાર કરી દીધો હતો અને પ્રેમસંબંધ ચાલું જ રહેશે તેમ જણાવી તેને ઘરેથી કાઢી મૂકવાનું જણાવ્યું હતું.
જોકે, મહિલા હેલ્પલાઇનને કોલ મળતા પતિ-પત્નીને સમજાવ્યા હતા. તેમજ સંતાનોના હિતમાં બંને એકબીજા સાથે પ્રેમથી રહેવા માટે રાજી થઈ ગયા હતા. અંતે દંપતીએ મહિલા હેલ્પલાઇનનો આભાર માન્યો હતો.
78 વર્ષના વૃધ્ધને 71 વર્ષની પત્નિને બીજા પુરૂષ સાથે સંબંધ હોવાની હતી શંકા, પત્નિ બહાર ગઈ ને પતિએ.....
વલસાડઃ શહેરમાં 71 વર્ષના વૃદ્ધ પત્નીએ 78 વર્ષના પતિની હત્યા કરી નાંખતા અરેરાટી વ્યાપી ગઈ છે. માથામાં કપડા ધોવાનો ધોકો મારી પતિની હત્યા કરી નાંખી છે. વૃદ્ધ ઉંમરે પણ વૃદ્ધ પત્ની પર ચારિત્ર્ય અંગે વૃદ્ધ પતિ વહેમ રાખતો હતો. એકલા રહેતા વૃદ્ધ દંપતી વચ્ચે અવાર- નવાર આ બાબતે ઝઘડા થતા હતા.
મંદિરે ગયેલી પત્ની કોઈને મળવા ગઈ હોવાનો આક્ષેપ કરતા બબાલ થઈ હતી. આવેશમાં આવી 71 વર્ષીય પત્નીએ શંકા કરતા 78 વર્ષના પતિને માથામાં કપડાં ધોવાનો ધોકો મારતા મોત થયું હતું. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે. વૃદ્ધાવસ્થામાં પણ પતિના શકના કારણે દામ્પત્ય જીવન છિન્નભિન્ન થયું છે.