આણંદ : આણંદના વિધાનગર ખાતે આવેલા લીલા સ્મૃતી હોસ્ટેલના ત્રીજા માળેથી પોલીસે કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. આ હોસ્ટેલના ત્રીજા માળે ચાલતા કોલ સેન્ટર પર પોલીસે રેડ કરી હતી. જેમાં આ કોલ સેન્ટર ચલાવતા ચાર સ્ટુડન્ટો વિદેશોમાં રહેતા જુદા જુદા લોન ધારકોને ફોન કરી પૈસા પડાવતા હોવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો હોવાનું પોલીસને જાણવા મળી રહ્યું છે.
થોડા મહીના પહેલા અમેરીકન એંજસી દ્વારા ભારત સરકારને જાણ કરી હતી અને ત્યાર બાદ મુંબઇમાં મોટા પાયે કોલ સેંટર ઉપર દરોડા પાડવામાં આવેલ હતા તેમા મુખ્ય મથક તરીખે અમદાવાદનુ નામ ઉપસી આવેલ હતુ તેમા કરોડો રૂપીયાનુ કોભાંડ બહાર આવેલ હતુ તે સંદર્ભે ગુજરાત ભરમાં પોલીસ વોચ રાખી રહિ હતી. તેમા આજે વિધાનગરની પોલીસની સફળતા મળી હતી. પોલીસે આ કૌભાંડમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જે ચારેય વિદ્યાર્થી અહીની સ્થાનિક કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. જોકે આ ચારેય કઇ કોલેજમાં અભ્યાસ કરે છે તે હજુ સુધી બહાર આવ્યું નથી.
વિધાનગર પોલીસ સ્ટેશનના નાના બજારમાં ભાડાના મકાનમાં કોલ સેન્ટર ચાલતુ હોવાની બાતમી આધારે રેડ કરી કોલ સેન્ટર ઝડપી પડાયું છે. જેમાં વિદેશમાં રહેતા નાગરીકોને ઇન્ટરનેટના માધ્યમથી ફોન કરી પૈસા પડાવવામાં આવતા હતા. જેમની હાલ ધરપકડ કરવામાં આવી છે.