Anand News: આણંદના વાસદ બ્રિજ પરથી યુવકે મોતની છલાંગ લગાવી હતી. યુવકે મહીસાગર નદીમાં કુદકો માર્યો હતો. યુવકે નદીમાં ઝંપલાવ્યું હોવાની માહિતા મળતા ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી. આણંદ ફાયર બ્રિગેડના જવાનોએ યુવકનો મૃતદેહ શોધ્યો હતો. ભારે જહેમત બાદ ઉમેટા પાસેથી વિજય કિરીટભાઇ પ્રજાપતિનો મૃતદેહ મળ્યો હતો. મૃતક યુવક આણંદનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી હતી.

Continues below advertisement

મૃતક યુવક વિજય અમૂલ ડેરીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. યુવક ન્યૂડ કોલનો શિકાર બન્યો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. પોલીસે યુવક પાસેથી સુસાઈડ નોટ કબ્જે કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આશાસ્પદ યુવકના અંતિમ પગલાથી પરિવાર શોકાતુર બન્યો હતો.

Continues below advertisement

સુરતમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક શિક્ષકને વીડિયો કૉલ દ્વારા છેતરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં નવ મહિના પહેલા થયેલા કાંડમાં હવે મોટો વળાંક આવ્યો છે. સુરતના પુણા વિસ્તારનો બનાવ સામે આવ્યો છે. એક યુવતીએ થોડાક સમય પહેલા એક શિક્ષક સાથે વીડિયો કૉલમાં વાત કરી હતી, જેમાં યુવતી નગ્ન થઇ હતી અને સાથે સાથે શિક્ષક પણ ન્યૂડ થઇ ગયો હતો, આ વીડિયો બાદમાં શિક્ષકને મોકલવામાં આવ્યો હતો. આ વીડિયોના આધારે કેટલાક લોકોએ પોલીસના સ્વાંગમાં આવીને શિક્ષક પાસે પૈસાની ઉઘરાણી કરી હતી. નવ મહિના પહેલા થયેલા ન્યૂડ વીડિયો કાંડમાં યુવતીએ શિક્ષકને આ ન્યૂડ વીડિયો મોકલ્યો હતો, શિક્ષક પાસેથી આ વીડિયોના બદલામાં પૈસાની ઉઘરાણી કરવામાં આવતી. શરૂઆતમાં શિક્ષકે પૈસા આપવાની ના પાડી દીધી હતી. બાદમાં પૈસા આપવા તૈયાર થયો અને ટુકડે ટુકડે 53 હજાર રૂપિયા આ ગેન્ગ શિક્ષક પાસેથી પડાવ્યા હતા. ખાસ વાત છે કે, શિક્ષકને મોકલવામાં આવેલો આ વીડિયો મૉર્ફ કરેલો હતો, હાલમાં શિક્ષકે પુણા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

સુરતમાં સરથાણાનો રત્ન કલાકાર ડિજિટલ હનીટ્રેપમાં ફસાયો હતો. નિર્વસ્ત્ર હાલતમાં સ્ક્રીન રેકોર્ડ કરી લેવામાં આવ્યું હતું, ત્યાર બાદ વીડિઓ વાયરલ કરવાની ધમકી આપી 40 હજારની ખંડણી માંગવામાં આવી હતી. 15 હજાર આપ્યા બાદ પણ વધુ રૂપિયાની માંગ કરાઈ હતી. જે બાદ યુવકે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ વર્ષે ભારતમાં ગૂગલ પર લોકોએ શું-શું કર્યુ સર્ચ? જાણીને હેરાન રહી જશો