Anand News: ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણા ફરિયાદ નોંધાઈ છે. 15 વર્ષની કિશોરીની આબરૂ લેવાની કોશિષ કરતાં પોકસો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. 15 વર્ષની કિશોરી એકલી હતી એ સમયે તેનો હાથપકડી પોતાની બાજુમાં બેસાડીને શારીરિક છેડાછાડ કરીને નરાધમ દ્વારા કિશોરીને બાથરૂમ લઈ જઈને આબરૂ લેવાની કોશિષ કરી હતી. જે બાદ કિશોરી ત્યાંથી નાસી છૂટી હતી અને પરીવારને જાણ કરી હતી. કિશોરીના પરિવારે આણંદ શહેર પોલીસ મથકે નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી. આણંદ શહેર પોલીસે વિક્રમ લુહાણા સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
શું છે મામલો
આણંદ સંતકવર સોસાયટીમાં રહેતો વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા પત્નીની બહેનપણીના ઘરે અવાર નવાર જતો – આવતો હતો. આ અવર જવર દરમિયાન વિક્રમ લુહાણાએ તે પરિવારની સગીરવયની દિકરી પર નજર બગાડી હતી. તે કોઇને કોઇ બહાને સગીરા ઘરે એકલી હોય ત્યારે જતો હતો. આ દરમિયાન એક દિવસ સગીરા ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. સગીરા ગભરાયેલ ગભરાયેલ જણાતા ટયુશને કે સ્કુલે જવાની ના પાડતા તેમજ તેને કોઈ ચિંતામાં હોય તેવી પરિસ્થિતમાં લાગતા સગીરાની માતાએ દિકરીને પુંછેલ કે બેટા કંઈક પ્રોબ્લેમ છે તે કેમ ચિંતામાં લાગે છે? ત્યારે ડરેલ અને દબાયેલા અવાજે ધ્રૂસકે ધ્રૂસકે રડતા સગીરાએ નરાધમ વિક્રમ લોહાણાએ કરેલ કુકર્મની સમગ્ર હકીકત જણાવતા માતા ચોંકી ગઇ હતી.
પીડિત સગીર યુવતીએ માતાને જણાવ્યું હતું તે મુજબ ગત છઠ્ઠી નવેમ્બરે તેણીની માતા કામ અર્થે ગયા હતા ત્યારે તેઓના ઘરે વિક્રમ અંકલ આવીને સગીરા સાથે બિભત્સ વર્તન કર્યું હતું અને શરીરના વિવિધ ભગોએ બહુ જ ખરાબ રીતે અડપલા કર્યા હતા. વળી આ દરમ્યાન વાસનાથી ભડકેલો કુકર્મી વિક્રમ લોહાણા સગીરાને બળજબરીથી પકડીને બાથરૂમમાં ખેંચીને લઈ ગયો અને કડકાઇથી યુવતીને જકડી આબરૂ લેવા કોશીષ કરી હતી. જોકે, હતપ્રદ થયેલ સગીરાએ સઘળી શક્તિ ભેગી કરી નરાધમની કામવાસનાનો વિરોધ કરી છટકી ગઈ હતી. આ દરમિયાન સગીરાનો ગુસ્સાથી ડરેલો ચેહરો જોઈ વિક્રમ સમસમી ગયો અને મામલાની ગંભીરતા સમજી ત્યાંથી નીકળી ગયો હતો. પરંતુ જતાં સમયે પણ નરાધમે નફ્ફટાઈ બતાવી અને સગીરાને ધમકી આપી હતી કે, ‘તુમ્હારી મમ્મી કો બતાયા તો સ્કૂલ સે દોનો ભાઈ-બહેન કો ઉઠાવા લુંગા’. આ ધમકીથી સગીરા ભારે ડરી ગઈ હતી અને તેણીએ ઘરની બહાર નિકળવાનું બંધ કરી દીધું હતું અને સ્કુલે જતા કે ટયુશન જતા બીક લાગતી હતી તેમજ વિક્રમે કરેલી ગંદી હરકતોના કારણે સગીરાને ગંદા અને ડરી જવાય તેવા સ્વપ્નો આવ્યા કરે છે મને રાત્રે ઊંઘ પણ નથી આવતી. આખરે હિંમત કરીને તેણીએ ફરિયાદ નોંધાવી હતી.
વિક્રમ લુહાણા વોર્ડ નં.6માં પ્રભારી છે
આણંદની સંતકંવર સોસાયટીમાં રહેતો વિક્રમ લુહાણા ભાજપના કાર્યકર છે અને કિસાન મોરચામાં હોદ્દો ધરાવે છે. આ ઉપરાંત તેને વોર્ડ નં.6માં પ્રભારી તરીકે પણ નિમણૂંક આપવામાં આવી છે. તે ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હોવાથી કેફમાં રાચી ભગતસિંહ સ્ટેચ્યુ વિસ્તારમાં રાજકીય રોફ મારતો હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.