Anand: આણંદમાં આંગણવાડી કેન્દ્રો પર એક્સપાયરી ડેટ વાળા લોટના ઉપયોગ મામલે તંત્ર સફાળુ જાગ્યું છે. અખાદ્ય લોટને લઈ આણંદ જિલ્લાની 1993 આંગણવાડી કેન્દ્રો પર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લામાં 1993 આંગણવાડી કેન્દ્રોમાં 58887 બાળકો સરકારી ચોપડે નોંધાયેલા છે. CDPO જાગૃતિ પરમારે જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પરથી માહિતી મંગાવી છે. ઉપરાંત ઘટના માટે જવાબદાર કારણો શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. એક્સપાયરી ડેટ વાળા લોટનો ઉપયોગ ન કરવા માટે  સૂચના આપવામાં આવી છે અને કમિટી બનાવી એક્સપાયરી ડેટ વાળા લોટનો નાશ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની. દંપત્તિ વચ્ચે વાસી બ્રેડ બટરને લઈ થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું કાસળ કાઢીને ઘરમાં આગ લગાવી દીધી હતી. ફાયર અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ, પતિ પત્ની વચ્ચે પારિવારીક ઝઘડો આગ પછળનું મુખ્ય કારણ છે. ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ આગ લગાવી હતી. આગમાં પત્નીનું મોત થયાનું સામે આવ્યું છે. મૃતકનું નામ અનિતા બઘેલા, જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. દંપત્તિનો પુત્ર ધો. 8 અને પુત્રી ધો. 6માં અભ્યાસ કરે છે.


અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન ફ્લેટના V બ્લોકના ચોથા માળ ઉપર આગ લાગવાનો કોલ ફાયરવિભાગને મળ્યો.આગ ઉપર તો કાબુ કરી લેવાયો પણ બાદમાં સામે આવ્યું કે પતિએ પત્નીની હત્યા કરી નાખી છે.સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.તપાસ કરતા માલુમ પડ્યું કે મૂળ આગ્રાના મેરઠના અનિલ બઘેલ તેમના પત્ની અને એક પુત્રી અને એક પુત્ર સાથે ચાર વર્ષથી વસવાટ કરી રહ્યા હતા.વ્યવસાયે કેમિકલ એન્જીનીયર અનિલ બઘેલના પત્ની અનિતા બઘેલનો મૃતદેહ સવારે સોસાયટીના રહીશોએ નીચે લોહી લુહાણ હાલતમાં જોયો હતો તો તેની સાથે ચોથા માળે આગ પણ લાગી હતી.જે બાદ ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી.

આસપાસના રહીશોના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગે સોસાયટીના રહીશો સંપૂર્ણ અજાણ છે. સમગ્ર ઘટના અંગે પોલીસે FSL ની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે તેની સાથે હત્યારો પતિ અનિલ બઘેલને પણ ઇજાઓ થઈ હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.