આણંદઃ બોરસદના નાપા ગામે દલિત સગીરા પર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતાં સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે. આરોપીઓ સામે સમગ્ર ગામમાં ફિટકાર વરસી રહ્યો છે, ત્યારે હાલ ભોગ બનનાર પીડિતાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે યુવક સામે સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.