ગુજરાત ATSએ ડ્રગ્સના વેપલાને નાથવા માટે કમર કસી છે. ત્યારે ખંભાતમાં એક દવા બનાવતી ફેકટરીમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકાએ ATSએ દરોડો પાડી તપાસ કરી હતી. આ ફેકટરીમાં ઘેનની ગોળીઓ બનાવવાની સામગ્રી ATSને હાથ લાગી છે.  હાલ તો ATSએ ફેકટરીના માલિક સહિત પાંચથી છ વ્યકિતની પૂછપરછ શરૂ કરી છે

 

ફેકટરીમાં મેડિકલ દવા બનાવતી હોવાથી ATSએ ક્યાંય કાચુ કપાય ન જાય તેની તકેદારી સાથે કામગીરી કરી રહી છે. આ ફેકટરીમાં ડ્રગ્સ બનાવાતું હતું કે નહીં તે અંગે પણ હજુ ATSએ કોઇ નિવેદન આપ્યું નથી. તપાસ બાદ ગુજરાત ATS સમગ્ર વિગતો જાહેર કરશે.

ખંભાત પાસે લુણેજની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ખુલ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે એટીએસએ છ લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ઘેનની ગોળીની સામગ્રી બનતી હોવાની વિગત સામે આવી છે. ફેક્ટરીના માલિક સહિત પાંચથી છ લોકોની પૂછપરછ ચાલી રહી છે                                     આ ફેકટરીમાં ઘેનની ગોળીઓ બનાવવાનું રો-મટીરિયલ તૈયાર થતું હતું. તેમજ ઘેનની ગોળી બનાવવાના રો-મટીરિયલ્સની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની જાણ થતાં એટીએસ દ્વારા આ ફેકટરી પર દરોડો પાડાવામાં આવ્યો હતો. ફેકટરીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. ફેકટરીમાંથી પકડાયેલા ડ્રગ્સના આ જથ્થાની મોડી રાત સુધી ગણતરી ચાલુ હતી.        આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા હોવાની પ્રાથમિક વિગત છે, ખંભાતની ફેકટરીમાં તૈયાર થતું આ મટિરિયલ્સ કઈ જગ્યાએ અને કોને સપ્લાય કરવાનું હતું, તેની એટીએસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઇ છે. અગાઉ પણ દક્ષિણ ગુજરાતની એક ફેકટરીમાં ડ્રગ્સ પકડાયું હતું. ફેકટરીમાં તૈયાર થતો ડ્રગ્સનો જથ્થો સાઉથ આફ્રિકા સપ્લાય થતો હોવાનો પર્દાફાશ થયો હતો.