GCMMF Election: ગુજરાતકો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિના ચેરમેનપદની ચૂંટણી આજે આણંદ ખાતે યોજાઈ. સહકારી ક્ષેત્રના નવા નિયમોનુસાર નવા ચેરમેનનો કાર્યકાળ ત્રણ વર્ષના બદલે પાંચ વર્ષનો થતા અઢી વર્ષે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થતી હોય છે. વાર્ષિક રૂ.70 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતાં જીસીએમએમએફના ચેરમેનની ચૂંટણી જાહેર થતાં ગુજરાતમાં સહકારી દૂધ ઉત્પાદક સંઘોનું રાજકારણ ગરમાયું હતું.


સર્વાનુમેત ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થઈ હતી. જેમાં અગાઉના ચેરમેન અને વાઇસ ચેરમેનને રિપીટ કરાયા હતા. સાબર ડેરીના શામલભાઈ પટેલની ચેરમેન  અને વાલમજી હુંબલને વાઇસ ચેરમેન પદે રિપીટ કરાયા હતા.


જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ચેરમેનની ચૂંટણી કરવા માટે કલેક્ટરને દરખાસ્ત મોકલી આપી હતી. કલેક્ટર ડી.સી.ગઢવી દ્વારા જીસીએમએમએફના ચેરમેનપદની ચૂંટણી યોજવા માટે પ્રાંત અધિકારી ડો.ધવલકુમાર બારોટની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરી હતી. તેમજ જીસીએમએમએફના ચેરમેનની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.


જીસીએમએમએફ ભારતની સૌથી મોટી ખોરાક ઉત્પાદનોની માર્કેટિંગ સંસ્થા છે.તે ગુજરાત રાજ્ય સ્તરની દૂધ સહકારીની સર્વોચ્ચ શાખા છે, જે ખેડૂતો માટે લાભપ્રદ વળતર પૂરું પાડે છે અને એ પણ ઉત્પાદનો દ્વારા ગ્રાહકોને પોસાય અને તેમના હિતમાં ગુણવત્તા પૂરી પાડવાનો ધ્યેય રાખે છે. જીસીએમએમએફ અમૂલ બ્રાન્ડ અને બજારોની વ્યવસ્થા કરે છે. સૌથી વધુ ડેરી પેદાશની નિકાશ માટે અમૂલ દેશમાં અગ્રેસર છે. અત્યારે અમૂલની બનાવટો વિશ્વના ૪૦ દેશોમાં ઉપલબ્ધ છે. હાલમાં અમૂલ વિવિધ પ્રકારની પેદાશો જેવી કે, દુધનો પાવડર, પનીર, યુ.એચ.ટી. દુધ, ઘી, અને દેશી મિઠાઇ વગેરેની નિકાસ કરે છે.


નામ બદલી લગ્નવાંછુક હિન્દુ યુવકોને ફસાવતી મુસ્લિમ ગેંગનો થયો પર્દાફાશ


લગ્નની લાલચ આપીને ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસે ત્રણ મહિલા સહિત મુખ્ય સૂત્રધાર દલાલની ધરપકડ કરી હતી. ડીવાયએસપી હરેશ વોરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો અંગે સમગ્ર માહિતી આપી હતી.
 


શું છે મામલો
લુંટેરી દુલ્હને કંઈકને ચુનો ચોપડીને પૈસા લઈને લગ્ન કર્યા છે. ગયા ઓક્ટોમ્બર મહિનામાં સાવરકુંડલાના નિકુંજ માધવાણી સાથે લગ્ન કરેલા સેજલ નામની આ દુલ્હન મૂળ રાજસ્થાન બાજુની છે. તેનું સાચું નામ મુસ્કાન છે. આ લગ્ન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતો દલાલ કિશોર મિસ્ત્રી છે, જે સાવરકુંડલા ના થોરડી ગામનો છે. આ કિશોર મિસ્ત્રીએ જ લગ્ન કરાવામાં 1 લાખ 90 હજાર લઈને પોતાના ઘરે જ હાર પહેરાવીને સેજલ અને નિકુંજના લગ્ન કરાવ્યા હતા ત્યારે સેજલની માતા ગીતા અને કાજલ નામની યુવતીઓ હાજર રહી હતી.


 લગ્ન થયાના 8 દિવસ બાદ ઘરે જવાનું કહીને સેજલ ગઈ બાદ પરત ફરી નહોતી. આથી કિશોરે મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. જેતી કિશોરે ગલ્લાતલ્લા કર્યા હતા અને સેજલ સાથે નિકુંજે વાત કરતા નિકુંજને સેજલે કહેલું કે મારું સાચું નામ મુસ્કાન છે, મારી મમ્મીનું નામ ગીતા નહીં પણ પરવીન છે અને હું એક બાળકની માં છું. આથી નિકુંજ માધવાણીને ફ્રોડ થયાનું લાગતા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


સાવરકુંડલા તાલુકા પોલીસે ડીવાયએસપી હરેશ વોરાની આગેવાનીમાં સુરત ખાતેથી સેજલ ઉર્ફે મુસ્કાન, ગીતા બનેલી પરવીન અને કાજલ સાથે મુખ્ય સૂત્રધાર કિશોર મિસ્ત્રીની ધરપકડ કરી હતી. કિશોરે અગાઉ પણ સાવરકુંડલાના દોલતી ગામ, બાબરા તાલુકામાં પણ આ મુસ્કાનના લગ્ન કરાવ્યા હોવાની વિગતો પોલીસને જાણવા મળી હતી. કિશોર મિસ્ત્રીએ અન્ય કોઈ ના પણ આવા લુંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવ્યા છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી કરી હતી. ઉપરાંત આ લુટેરી દુલ્હન વિશે અન્ય કોઈ ભોગ બન્યા હોય તો સાવરકુંડલા તાલુકા પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો હતો.