Gujarat BJP:  સુભાષચંદ્ર બોઝની ગઈકાલે  જન્મજયંતિ હતી. આણંદના ભાજપના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપતા મોટુ ભોપાળું વાળ્યું હતું. તેમણે સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ ગણાવ્યા હતા. આ બાબતે કોંગ્રેસે સાયબર સેલમાં ધારાસભ્ય સામે ગુનો નોંધાવાની વાત કરતાં વિવાદ વધ્યો હતો અને થોડીવારમાં ધારાસભ્યએ આ પોસ્ટ ડિલીટ કરીને નવી પોસ્ટ શેર કરી હતી.


શું લખ્યું હતું પોસ્ટમાં


આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે.અસહકાર ચળવળના સહભાગી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, તેઓ વધુ આતંકવાદી પાંખનો ભાગ હતાં અને સમાજવાદી નીતિઓની હિમાલય માટે જાણીતા હતાં. તેમની આ પોસ્ટમાં તેઓ શું કહેવા માંગે છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ ગણાવીને નવો વિવાદ ઉભો કર્યો છે.




વિવાદ વધતાં પોસ્ટ કરી ડિલિટ અને નવી પોસ્ટ કરી શેર


કોંગ્રેસે સાયબર સેલમાં યોગેશ પટેલ સામે ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી હતી. યોગેશ પટેલની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબજ વાયરલ થઈ છે. કોંગ્રેસ દ્વારા આ પોસ્ટને ખૂબજ આપત્તિજનક ગણાવી છે. વિવાદ વધતાં જ યોગેશ પટેલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ પોસ્ટ ડીલિટ કરી દીધી હતી અને તેની જગ્યાએ ફરીવાર એક નવી પોસ્ટ શેર કરી હતી. ત્યાર બાદ તેમણે પોસ્ટને લઈને સોશિયલ મીડિયામાં માફી માંગતું નિવેદન રજૂ કર્યું હતું.






સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો જીતવાનો છે. જેને લઈ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ઓછી લીડથી જીતેલા 55 ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે કેટલીક જગ્યા પર જીત થઇ હતી તેને લઇને અને કેટલીક જગ્યા પર ફરિયાદો આવી હતી તેને લઇને આ તમામના કોમ્બીનેશનને લઇને પણ આ 55 ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી છે.