આણંદ: અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટના યથાવત છે. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.  અમેરિકાના એટલાન્ટા સીટીમાં રહેતા કરમસદના યુવકની હત્યા થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારના ત્રણ લોકો ઉપર અશ્વેત લૂંટારુઓએ હુમલો કર્યો હતો. પરિવાર બહારથી ઘરે પરત આવતા ઘરમાં જ લૂંટારુઓએ હુમલો કર્યો હતો. લૂંટ કરવા આવેલા અશ્વેત લૂંટારુઓએ ઉપર ઉપરી ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે, આ કોઈ પહેલીવાર નથી જ્યારે કોઈ ગુજરાતી પર હુમલો કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ અમેરિકામાં લૂંટના ઈરાદે ઘણા ગુજરાતીઓ પર હુમલા કરવામાં આવી ચૂક્યા છે.


આ હુમલામાં મૂળ કરમસદના પીનલ પટેલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે પીનલ પટેલના પત્ની અને દીકરી પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. લૂંટ કરવા આવેલ અશ્વેત લૂંટારુઓએ ઉપર ઉપરી ફાયરિંગ કરી ઘટનાને અંજામ હતો. મુળ કરમસદના વતની પીનલભાઈ પટેલની ઉંમર 52 વર્ષની હતી. જ્યારે તેમના પત્ની રુપલબેન પીનલભાઈ પટેલની ઉંમર 50 વર્ષની છે. આ ઉપરાંત તેમની દીકરી ભક્તિ પીનલભાઈ પટેલ ઉંમર 17 વર્ષની છે.


સુરતમાં મસાજનું કામ કરતા વ્યક્તિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરાઈ હત્યા


સુરત શહેરના ઝાંપા બજાર તૈયબી મહોલ્લામાં એક આધેડની તેના જ રૂમમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. હત્યા કરી અજાણ્યા ઈસમ ફરાર થઇ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આધેડ પાસે મસાજ કરાવવા આવનાર એ સમયે હત્યા કરાઈ હોવાની અનુમાન સેવાય રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.


જાણ્યા ઇસમ દ્વારા હત્યા કરાઈ


સુરત શહેરના ઝાંપા બજાર વીસ્તારમાં આવેલા તૈયબી મહોલ્લામાં રહેતા ૫૫ વર્ષીય અસદ મહોમ્મદ નામના આધેડનો હત્યા કરાયેલ મૃતદેહ તેની જ રૂમમાંથી મળી આવ્યો હતો. આધેડ મોહમ્મદ શાહનું મોત થયું હોવાની જાણ આસપાસમાં રહેતા રહીશો દ્વારા તેના ભાઈને કરવામાં આવી હતી. જેને લઇ તેના ભાઈ ઘરે આવીને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના શહેર પહોંચી આવી હતી. જ્યાં પોલીસ તપાસમાં આધેડની અજાણ્યા ઇસમ દ્વારા હત્યા કરાઈ હોવાનું અનુમાન સેવાય રહ્યું છે. 


અસદ મહોમ્મદની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી



મરનાર આધેડ અસદ મહમ્મદ મસાજનું કામ કરતા હતા. અસદ મહમદ ફિઝીયોથેરાપી માટે જરૂરી બોડી મસાજનું કામ તેના ઘરે જ કરતા હતા. કેટલાક સંજોગોમાં જે તે વ્યક્તિના ઘરે પણ તેઓ જઈને આ મસાજનું કામ કરતા હતા. ત્યારે અસદ મહોમ્મદની આજે તેઓની રૂમમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઝાંપા બજાર ખાતે આધેડની હત્યા કરાઈ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. 


આધેડ પોતાના ઘરે મસાજનું કામ કરતા હતા


જોકે આધેડ પોતાના ઘરે મસાજનું કામ કરતા હતા. આ દરમિયાન તેમની પાસે કોઈ મસાજ કરાવવા આવ્યું હશે. તેની સાથે કોઈ માથાકૂટ થઈ હોય જેને મસાજ કરાવવા આવનારે આ આધેડની હત્યા કરાઈ હોવાની આશંકા છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.  પોલીસે આસપાસના તમામ લોકોની પૂછપરછ હાથ ધરી હતી. તે ઉપરાંત ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી પણ તપાસવામાં આવ્યા હતા. જ્યાં બિલ્ડિંગના એક સીસીટીવી ફૂટેજમાં એક શકમંદ યુવક પોલીસને જોવા મળ્યો છે. 


 સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની તપાસ શરુ કરી


હાલ સીસીટીવીમાં દેખાઈ રહેલ યુવક સુધી પહોંચવા પોલીસ પ્રયાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની તપાસ શરુ કરી છે. મૃતકના પરિવારજન હસનભાઈએ જણાવ્યું હતું કે, મારો ભાઈ સીધો સાદો માણસ હતો. તેને કોઈ સાથે કોઈ પ્રકારની દુશ્મની, ઝઘડો કે અદાવત નહોતી. તેમ છતાં મારા ભાઈની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે અમારી માંગ છે કે, આરોપીને ઝડપથી ઝડપી પાડવામાં આવે અને સખત સજા કરવામાં આવે.