આણંદઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લાની પેટલાદ પાલિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. પેટલાદ પાલિકા પર કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે બે બે વોર્ડમાંથી ચૂંટણી લગ્યા હતા. જોકે, બંને વોર્ડમાં હાર થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યએ વોર્ડ ૩ અને ૫માંથી ઉમેદવારી કરી હતી.
અમરેલી નગરપાલિકાના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં નેતા વિપક્ષ પરેશ ધાનાણીના વોર્ડ નંબર 10માં કોંગ્રેસની કારમી હાર થઈ છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીના પિતારાય ભાઈ સંદીપ ધાનાણીનો પણ પરાજય થયો છે. 4 ઉમેદવાર પૈકી કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે. 3 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. અમરેલી શહેર સહિત નેતા વિપક્ષ પરેશ ધાનાણીના રહેઠાણ વિસ્તારમાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે.
Gujarat Election 2021 Results : ગુજરાતમાં કોંગ્રેસના આ ધારાસભ્ય નગરપાલિકાની ચૂંટણીમાં બે વોર્ડમાંથી હારી ગયા, કોણ છે આ MLA?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2021 03:25 PM (IST)
પેટલાદ પાલિકા પર કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે બે બે વોર્ડમાંથી ચૂંટણી લગ્યા હતા. જોકે, બંને વોર્ડમાં હાર થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યએ વોર્ડ ૩ અને ૫માંથી ઉમેદવારી કરી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -