આણંદઃ પૂરપાટ આવતી આઇસરે બાઇક સાથે ત્રણ યુવકોને કચડી નાંખ્યા, બાઇક પર સવાર ત્રણેય યુવકોના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Dec 2020 09:36 AM (IST)
કણભાઈપુરા પાસે અકસ્માતમાં ત્રણના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આઇસરે બાઇકને અડફેટમાં લેતા ત્રણ લોકોનાં મોત થયા છે.
તસવીરઃ કણભાઈપુરા પાસે અકસ્માતમાં ત્રણના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આઇસરે બાઇકને અડફેટમાં લેતા ત્રણ લોકોનાં મોત થયા છે.
આણંદઃ કણભાઈપુરા પાસે અકસ્માતમાં ત્રણના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આઇસરે બાઇકને અડફેટમાં લેતા ત્રણ લોકોનાં મોત થયા છે. ત્રણેય યુવકો બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે આઇસર બાઈકને ઢસડીને ખેતરમાં ઘુસી ગઈ હતી. તેમજ ત્યાં જ ત્રણેય યુવકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. એમપી-09-જીઇ 5119 નામની આઇસરે બાઇક સવારોને અડફેટે લીધા હતા. જોકે, આ યુવકો કોણ છે અને તેઓ ક્યાં જઈ રહ્યા હતા અને ક્યાંના રહેવાસી છે, તે હજુ જાણી શકાયું નથી.