આણંદમાં પબજી ગેમ માટે પિતાએ ઠપકો આપતા પુત્રએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Nov 2020 08:40 AM (IST)
ઘટના બનાતા જ આજુબાજુના લોકો તુરંત દોડી આવ્યા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ મારફતે સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો.
આણંદના માસરા ગામમાં પબજી ગેમ રમી રહેલા યુવકને તેના પિતાએ ઠપકો આપતા પુત્રએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. 20 વર્ષનો યુવક આખો દિવસ પબજી ગેમ જ રમતો. જેને લઈ તેના પિતાએ તેને ઠપકો આપી મોબાઈલ લઈ લીધો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલ પુત્ર ઉમરેઠ બસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં એક કોમ્પલેક્ષમાં શરીર પર આગ ચાંપી સીડી પરથી પડતું મૂક્યું હતું. આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા ને યુવકને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યો હતો. ઘટના આણંદના ઉમરેઠની છે જ્યાં રાત્રીના સમયે મસરા ગામના જય દશરથભાઇ પરમાર ઉંમર વર્ષ ૨૦ના યુવાનને પોતાના પરીવાર દ્વારા પબજી ગેમ ના રમવા બાબતે ઠપકો આપેલ જેને લઇ યુવકના મનમા લાગી આવતા ઉમરેઠ બસ સ્ટેન્ડ નજીક આવેલ આર્ય કોમ્પ્લેક્ષ ઉપર ચડી ઉપરથી આત્મહત્યા કરવા ઇરાદે શરીર ઉપર આગ ચાપી કોમ્પલેક્ષ ઉપરથી પડતુ મુક્યુ હતું. ઘટના બનાતા જ આજુબાજુના લોકો તુરંત દોડી આવ્યા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ મારફતે સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઉમરેઠ પોલીસે આત્મહત્યાનો ગુનો નોધી આગળની તપાસ શરૂ કરેલ છે.