Ananad News: કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન તેમણે હાટકેશ્વર બ્રિજ તેમજ ભાજપ પ્રદેશ મહામંત્રીને પાર્સલ પ્રકરણ મુદ્દે નિવેદન આપ્યું હતું.


શું કહ્યું અમિત ચાવડાએ


અમિત ચાવડાએ કહ્યું, ભાજપની આંતરિક લડાઈ ચરમ સીમાએ છે. પેન ડ્રાઈવ વહેચનાર, પત્રિકા વહેચનાર, હર્ષ સંઘવી પાસેથી હોમ મિનિસ્ટર પદ લઈ લેવામાં આવશે તે અફવા ફેલાવનાર વિરુદ્ધ પણ ફરિયાદ નથી થઈ, એટલે સ્પષ્ટ થાય છે કે કરવાવાળા અને કરાવવાવાળા તમામ લોકો કમલમ સાથે જોડાયેલા છે. પાર્સલ મોકલવા વાળાની જો તપાસ થાય તો તેનો છેડો પણ કમલમ સુધી પહોંચે.


પોલીસ, પ્રશાસન અને પૈસાના જોરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તોડવાના પ્રયત્નો છે. ભાજપના ધન સંચય કાર્યક્રમ હેઠળ પહેલા બનાવવામાં ભ્રષ્ટાચાર અને પછી તોડવામાં પણ ભ્રષ્ટાચાર કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા ઘાટ કરતાં ઘડામણ મોંઘી જ હોય છે. મોટું કમિશન કમલમાં પહોંચતું હોવાને કારણે હલકી ગુણવત્તા વાળું કામ થાય છે, હલકી ગુણવત્તા વાળો હાટકેશ્વર બ્રિજ તોડવાનું ટેન્ડર બહાર પડશે તેનું પણ કમિશન પહેલા કમલમમાં નક્કી થશે. બ્રિજ બનાવવા માટે પણ કમિશન અને હવે તોડવા માટે પણ કમિશન લેવાશે. પ્રજાના પૈસાથી ભાજપની તિજોરી ભરવાનું વ્યવસ્થિત ષડયંત્ર આખા ગુજરાતમાં ચાલે છે.