ઠાસરાઃ સમગ્ર દેશમાં હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ખેડા જિલ્લાના ઠાસરાથી ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના બની હતી, જેમાં શેઢી નદીના વહેણમાં વિસર્જન દરમિયાન 4 લોકો તણાયા હતા. જેમાંથી 1 યુવકનું મોત થયું છે.
ઠાસરાના રસૂલપુર ગામે બે કાંઠે વહેતી શેઢી નદીમાં ગણપતિ વિસર્જન કરવા યુવાનો ગયા હતા. પુરપાટ વહેતી શેઢી નદીના વહેણ તરફ ખેંચાતા 4 જેટલા યુવાનો તણાયા, જેમાં 1 નું મોત નીપજ્યું છે. રસૂલપૂર પાસે આવેલ વિસનગર ગામના તરવૈયા બોલાવી શેઢી નદીમા ભારે શોધખોળ કરતાં મૃતદેહ મળ્યો હતો.
નદીમાં ડૂબનાર યુવક ઠાસરા તાલુકાના રસૂલપૂર ગામનો અલ્પેશભાઈ અશ્વિનભાઈ ચાવડા (ઉંમર આશરે 30 વર્ષ) હોવાનું જણાયું છે. ડૂબનાર યુવકના મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયો છે.
ખેડા ગણેશ વિસર્જનઃ શેઢી નદીમાં 4 યુવકો તણાયા, એકનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2020 02:34 PM (IST)
ખેડા જિલ્લાના ઠાસરાથી ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના બની હતી, જેમાં શેઢી નદીના વહેણમાં વિસર્જન દરમિયાન 4 લોકો તણાયા હતા. જેમાંથી 1 યુવકનું મોત થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -