આણંદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા પછી આણંદ જિલ્લાની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. હવે આણંદ શહેર પણ કોરોના હોટસ્પોટ બન્યું છે. આજે આણંદ શહેરમાં કોરોનાના નવા 8 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 48 કલાકમાં કોરોનાના 17 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 18 દર્દીઓનાં મોત થયા છે અને 410 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 29578 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1754 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 21506 દર્દી સાજા થયા છે.
ગઈ કાલે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 225, સુરત કોર્પોરેશનમાં 152, વડોદરા કોર્પોરેશનમાં 44, સુરતમાં 12, જામનગર કોર્પોરેશન -11, નર્મદા -11, ગાંધીનગર-10, રાજકોટ કોર્પોરેશન -9, ભરૂચ-9, વલસાડ-9, આણંદ-7, પંચમહાલ-6, ખેડા-6, ગાંધીનગર કોર્પોરેશન- 5, રાજકોટ-5, કચ્છ-5, નવસારી-5, ભાવનગર કોર્પોરેશન -4, જૂનાગઢ કોર્પોરેશન -4, મહેસાણા-4, ગીર સોમનાથ-4, જામનગર-3, અમરેલી -3, અરવલ્લી-2, સાબરકાંઠા-2, પાટણ-2, સુરેન્દ્રનગર 2, ભાવનગર 1, બોટાદ અને દાહોદ-1 અનો મોરબીમાં એક એક કેસ નોંધાયા છે.