Lok sabha election 2024: વડાપ્રધાન મોદીએ આજે આણંદમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે મુખ્યમંત્રી તરીકે ઘણા વર્ષો સુધી આપની સેવા કરી છે. ગુજરાતમાં ચૂંટણી લડ્યો પણ અને લડાવી પણ છે. આણંદમાં આજે કેસરિયા સાગર જેવો માહોલ છે. આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે. ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા રેકોર્ડ તોડશે. સરદાર સાહેબની ભૂમિમાં જે શીખ્યો તે મને કામ લાગે છે.


‘કૉંગ્રેસના મેનિફેસ્ટો પર મુસ્લિમ લીગની છાપ’


વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે યુક્રેનમાં પાકિસ્તાનના લોકો પણ ભારતનો તિરંગો દેખાડતા હતા.  કૉંગ્રેસ ફક્ત મોદીને રોજ નવા અપશબ્દો બોલે છે. કૉંગ્રેસ સમાજમાં લડાઈ કરાવવા માંગે છે. કૉંગ્રેસ આજે ફેક ફેક્ટરી બની ગઈ છે. કૉંગ્રેસ જુઠ્ઠનો સામાન વહેંચવા લાગી છે. કૉંગ્રેસના મેનિફેસ્ટો પર મુસ્લિમ લીગની છાપ છે. અમે 25 કરોડને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છીએ. કૉંગ્રેસ દરેક ચૂંટણીમાં ગરીબના નામે ખેલ કરતી હતી.


કલમ 370 હટાવીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી


વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરદાર સાહેબ જલ્દી જતા રહ્યા તેનું મને ખુબ જ દુઃખ છે. કૉંગ્રેસના શહેઝાદા બંધારણ માથા પર રાખી નાચી રહ્યા છે. કલમ 370 હટાવીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને સરદાર સાહેબનું સપનું પુર્ણ કર્યુ છે. PM મોદીના પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કર્યા હતા. પાકિસ્તાનનું આજે ટાયર પંચર થઈ ગયુ છે. આતંકી એક્સપોર્ટ કરનાર આજે લોટ માટે તરસી રહ્યો છે. જેના હાથમાં બોમ્બ હતા, તેના હાથમાં આજે કટોરો છે. અમે આતંકીઓને ઘરમાં ઘૂસીને મારીએ છીએ. અહીં કૉંગ્રેસ મરી રહી છે, ત્યાં પાકિસ્તાન રડી રહ્યું છે. કૉંગ્રેસ માટે હવે પાક.નેતા દુઆ કરી રહ્યા છે. પાકિસ્તાન અને કૉંગ્રેસની પાર્ટનરશીપ ખુલ્લી પડી ગઈ છે. દુશ્મનોને આજે ભારતમાં મજબૂત નહીં, કમજોર સરકાર જોઈએ છે. કૉંગ્રેસના શહેઝાદાને PM બનાવવા પાક. પ્રાર્થના કરી રહ્યું છે.


‘એક ચાવાળાએ દેશની ઈકોનોમી પાંચમાં નબરે પહોંચાડી છે’


વડાપ્રધાન મોદીએ કહ્યું કે 140 કરોડ દેશવાસીના સપના પૂરા કરવા મને આશીર્વાદ જોઈએ. મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઈએ છે. ગુજરાતની ધરતી પર આશીર્વાદ માંગવા આવ્યો છું. દેશે 60 વર્ષ સુધી કૉંગ્રેસનું રાજ જોયું છે. દેશે 10 વર્ષ ભાજપનો સેવાકાળ પણ જોયો છે. કૉંગ્રેસનું શાસનકાળ હતો, આ સેવાકાળ છે. 10 વર્ષમાં ભાજપે 100 ટકા શૌચાલયો બનાવ્યા છે. ભાજપે 10 વર્ષમાં 14 કરોડ ઘરોમાં નળથી જળ પહોંચ્યું છે. કૉંગ્રેસની સરકારમાં ગરીબોના બેન્કખાતા નહોતા ખુલ્યા. 10 વર્ષમાં 50 કરોડથી વધુ જનધન ખાતા ખુલ્યા છે. 2014માં દેશની ઈકોનોમી 11 નંબરે હતી. એક ચાવાળાએ દેશની ઈકોનોમી પાંચમાં નબરે પહોંચાડી છે.


PM મોદીએ કૉંગ્રેસ સામે ફેક્યા ત્રણ પડકાર


વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને ત્રણ પડકાર ફેંકયા હતા. તેમણે કહ્યુ કે કોંગ્રેસ બંધારણ બદલીને ધર્મના આધારે મુસ્લિમોને અનામત નહી આપે. કોંગ્રેસ ST, OBCનો અનામતનો અધિકાર નહીં છીનવે. કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં તે વોટબેન્કની રાજનીતિ નહીં કરે. મારા ત્રણ પડકારોને કૉંગ્રેસ દેશને લેખિતમાં ગેરન્ટી આપે.