નડિયાદ પાસે બસ-ક્રેન અકસ્માતઃ પતરું ચીરીને ક્રેન ઘૂસી ગઈ બસમાં, એકનું મોત, 25 ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Oct 2019 09:49 AM (IST)
નડિયાદ પાસે ટ્રકને ઓવરટેક કરવા જતા એસટી બસ ક્રેન સાથે અથડાઇ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 25 મુસાફરોને ઇજા પહોંચી હતી.
નડિયાદ: ઠાસરા-સેવાલિયા રોડ પર ગુરુવારે રાતે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કેશોદ જઈ રહેલી એસટી બસ ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવી રહેલી ક્રેન સાથે અથડાતા આખી ક્રેન બસને ચીરીને અંદર ઘૂસી ગઈ હતી. જેમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 25 લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતને કારણે રાડારાડ થઈ ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે કેશોદ જતી એસટી બસ આગળ જતાં ટ્રકને ઓવરટેક કરવા ડ્રાઈવરે બસને રોન્ગ સાઈડમાં લીધી હતી. આ સમયે જ સામેથી આવતી ક્રેનનો 22 ફૂટ જેટલો ભાગ બસની કડંક્ટર સીટ સુધી ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં બસમાં બેઠેલા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 25 જેટલા મુસાફરને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને ઠાસરા અને નડિયાદ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.