નડિયાદઃ નડિયાદમાં જાહેરમાં પત્નીની હત્યાર કરનાર આરોપી પતિની ધરપકડ કરાઇ હતી. મળતી જાણકારી અનુસાર, નડિયાદમાં નવરંગ ટાઉનશિપમાં એક નંબરના મકાનમાં રહેતા નિમિષાબેનની તેમના જ પતિ રસિકભાઈએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે મિલકત બાબતમાં પતિ પત્નીને કોર્ટમાં કેસ ચાલતો હતો. હત્યારો પતિ રિટાયર ફોરેસ્ટ અધિકારી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે હત્યારા રસિકને સરદાર ભવન પાસેથી દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીએ એક રાઉંડ ફાયરિંગ કરી પત્ની નિમિષાની હત્યા કરી હતી. એટલું જ નહીં, જમીન પર ઢળી પડેલી પત્ની પર પોતાનું એક્ટિવા પણ ફેરવી દીધું હતું. રસિક પરમારના નિમિષાબહેન સાથે બીજા લગ્ન હતા. પહેલી પત્નીના ઘરે જઈ તેઓ પૈસા આપતા જેને લઈ નિમિષાબહેન સાથે ઘરમાં ઝઘડા થતાં હતા. આરોપી રસિક પરમાર નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર છે. નિમિષાબહેનના મોત બાદ તેમના પરિવારજનો દોડી આવ્યા હતા. તો પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે ગણતરીના કલાકમાં જ પોલીસે આરોપી રસિકને ઝડપી પાડ્યો હતો.
નોંધનીય છે કે નિમિષાબેન પરમારે તેમના પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. આ કેસની આજે કોર્ટમાં તારીખ હતી. આ બાબતે જ ઉશ્કેરાઈને રસિક પરમારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં જ નિમિષા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ જમીન પર ઢળી પડેલી પત્ની પોતાના પાસે રહેલું એક્ટિવા ફેરવી દીધું હતું. ફાયરિંગનો અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ગુનાને અંજામ આપી આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પત્નીની હત્યા નિપજાવવા આવેલો આરોપી પતિ રસિક પરમાર પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ પહેરીને ગુનાને અંજામ આપવા આવ્યો હતો. હેલ્મેટ પહેરીને જ રસિકે મૃતક પર ફાયરિંગ કર્યું હતું અને એક્ટિવા ચઢાવી દીધું હતું. જો કે, ગુનાને અંજામ આપી જ્યારે રસિક ભાગી રહ્યો હતો ત્યારે તેનું હેલ્મેટ નીકળી જતા સ્થાનિક લોકોએ તેને ઓળખી કાઢ્યો હતો.
Anand: ઉમેઠમાં ભાજપનો કાર્યકર વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો
Anand News: આણંદમાં ભાજપનો કાર્યકર વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો છે. ભાજપના કાર્યકર ભૌમિક પટેલની પોલીસે ઘરપકડ કરી છે. ઉમરેઠની કર્ણાવતી સોસાયટી પાસેથી આરોપીને પોલીસે વિદેશી દારૂની 18 બોટલો સાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂ.30 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી ભાજપના કાર્યકરની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હતો. ઉમરેઠ પોલીસે દારૂબંધી ધારા હેઠળ કાર્યવાહી કરી છે.
અરવલ્લી જિલ્લામાં 3 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ... કારણ હતું... દારૂની હેરાફેરી કરવી... ગઈકાલે અરવલ્લીના મેઘરજમાં દારૂ ભરેલી કારનો બાઈક સાથે અકસ્માત થયો હતો... ઘાયલ બાઈકચાલકને સારવાર માટે ખસેડાયો હતો.. જો કે, આ દરમિયાન કારમાંથી એક શખ્શ અન્ય કારમાં દારૂની પેટીઓ મૂકતો જોવા મળ્યો.. આરોપ લાગ્યો કે, આ શખ્શ મેઘરજ પોલીસ સ્ટેશનનો હેડ કૉન્સ્ટેબલ અર્જુન ગઢવી છે... ઈજાગ્રસ્ત બાઈકાચાલકના પરિવારની ફરિયાદ બાદ તપાસ કરાઈ... તો CCTVમાં ત્રણ પોલીસકર્મીની કરતૂતનો ભાંડો ફૂટ્યો.. જિલ્લા પોલીસવડાએ હેડ કૉન્સ્ટેબલ અર્જુન ગઢવીની સાથે જતીન અને વિજય નામના પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે