આણંદના ઉમરેઠમાં છેડતી મુદ્દે પીએસઆઇએ ખોટા લોકો સામે ફરિયાદ કરી હોવાનો ગામના લોકોએ આરોપ લગાવ્યો હતો. નોંધનીય છે કે આણંદના ઉમરેઠમાં બે દિવસ અગાઉ હિંદુ યુવતીઓની વિધર્મીઓએ કરેલી છેડતીથી વિવાદ વકર્યો હતો. ઉમરેઠ ગામના લોકોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ઉમરેઠમાં બે દિવસ અગાઉ કેટલાક વિધર્મીઓએ હિંદુ યુવતીઓની છેડતી કરી હતી. જે બાદ મૂળેશ્વર મંદિર પાસે બે જૂથો સામ સામે આવી ગયા હતા. જો કે સ્થિતિ બેકાબૂ બને એ પહેલા પોલીસ પહોંચી અને ટોળાને વિખેર્યું હતું. આ કેસમાં પોલીસે આઠ વિધર્મી યુવકોની ધરપકડ કરી હતી.
સાથે સાથે પોલીસે હિંદુ યુવકોની પણ ધરપકડ કરતા હિંદુ સમાજના યુવાનોમાં આક્રોશ ફેલાયો હતો. ઉશ્કેરાયેલા લોકોએ ઉમરેઠ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને પીએસઆઈ અલ્પેશ રબારીએ ખોટી ફરિયાદ કર્યાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં હિંદુ સમાજના લોકો મામલતદારને આવેદન પાઠવશે.
ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં તાલીમાર્થી PIના રૂમમાંથી મળી દારૂની બોટલ, DGPને કરવામાં આવી જાણ અને ....
ગાંધીનગર: ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે અલગ-અલગ સંવર્ગના પોલીસ અધિકારીઓની તાલીમ ચાલુ છે. આ તાલીમ લઇ રહેલ તાલીમાર્થીઓની રહેવાની બેરેકોમાં રૂટીંગ પ્રક્રિયાના ભાગરૂપે સમયાંતરે કરાઇ પોલીસ અધિકારી દ્વારા સ્વચ્છતા અને શિસ્ત રાખવા બાબતે ચેકીંગ કરવામાં આવે છે. આજરોજ ચેકીંગ દરમિયાન બેરેકની એક રૂમમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી.
જે કોઇ તાલીમ લઇ રહેલ તાલીમાર્થીની હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ અકાદમી કરાઇના ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી. હાલમાં તાલીમ વિભાગનો વધારાનો ચાર્જ પણ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય પાસે હોવાથી આ સમગ્ર મામલાની જાણ DGPને કરવામાં આવી હતી. DGP વિકાસ સહાયે તાત્કાલિક સંબંધિત કરાઇ ખાતેના તાલીમી PI વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.
પોલીસ અકાદમી કરાઇ જેવા તાલીમ કેન્દ્રમાંથી ખુદ પોલીસ અધિકારી પાસેથી દારૂ પકડાય તે બાબતને DGPએ ખુબ જ ગંભીરતાથી લઇ તાત્કાલિક ફરીયાદ દાખલ કરવા સુચના આપતાં ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા સંબંધિત તાલીમાર્થી પી.આઇ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી ધરપકડ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે