આણંદઃ આંકલાવ શહેર પાસે આવેલા તળાવમાં ભેખડ ઘસી પડવાની ઘટના સામે આવી છે. ભેખડ ઘસી પડતા બે શ્રમજીવી દબાઈ જતા બંનેના મોત થયા છે. હાલ ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહ ભેખડમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મોતને લઈ શ્રમિક પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.

ઘટનાની જાણ થતાં આસપાસ રહેતા લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ ભારે જહેમત પછી બંને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે મૃતકોના પરિવારની રોકકડને કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું.