આણંદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. ઉમરેઠ શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે. ઉમરેઠ શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય પટેલે રાજીનામું આપ્યું છે. ઉમરેઠ નગરપાલિકાના પાંચ કોંગ્રેસ કાઉન્સીલરોએ કોંગ્રેસને બાય બાય કરી દીધું છે. ઉમરેઠ કોંગ્રેસમાં શહેર પ્રમુખ સહિત ૪  સભ્યોએ રાજીનામા આપ્યા છે. 


ઉમરેઠ શહેર કોંગ્રેસ સંગઠનમાં પાંચ રાજીનામાં પડતાં હડકંપ મચી ગયો છે. ઉમરેઠ નગરમાં સતત દસ દિવસથી રાજીનામા પડવાની ચર્ચાનોનો અંત આવ્યો છે.  ઉમરેઠ કોંગ્રેસમાંથી પ સભ્યો રાજીનામા આપનાર ભાજપમાં જોડાવાની ચર્ચા છે. 


સંજય પટેલ ઉપરાંત નયનાબેન સોલંકી, પુનમબેન કાછીયા, લવકુમાર દોશી અને સંદીબાને પટેલે રાજીનામું આપી દીધું છે. 




સૌરાષ્ટ્રની કઈ ભાજપ શાસિત પાલિકામાં થયું ભંગાણ? 3 નગર સેવેકોએ રાજીનામું આપી દેતાં ખળભળાટ



ભાવનગરઃ પાલિતાણા નગરપાલિકામાં ભાજપના 3 નગરસેવકે રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો છે. સત્તાધારી ભાજપના જ નગરસેવકોએ નારાજગી વ્યક્ત કરી રાજીનામા આપતા દોડધામ મચી છે. વોર્ડમાં કામ ના થતા હોવાની નારાજગી તેમજ અંદોરો અંદરનુ રાજકારણ કારણભૂત હોવાની ચર્ચા છે. આ ત્રણેય નગરસેવકો એક જ વોર્ડના છે તેથી કામ બાબતની પણ નારાજગી હોવાનુ ચર્ચાય રહ્યું છે.


વોર્ડ નંબર-૧ ના ત્રણ કોર્પોરેટરો અજયભાઈ રાજુભાઈ જોષી, રોશનબેન રસુલભાઈ અબડા, કિરણબેન ગોવિદમલ કુકડેજાએ રાજીનામા ધરી દેતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ભાજપના ત્રણ નગરસેવકે અચાનક રાજીનામું આપતા ભાજપ સંગઠનમાં દોડધામ મચી જવા પામી છે. હાલ ત્રણેય નગરસેવકોને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.