India China Standoff: જ્યારે ભારતીય સેનાના જવાનોએ ગાલવાન ઘાટીમાં તિરંગો ફરકાવ્યો ત્યારે ચીન ભડકયું,  ગ્લોબલ ટાઈમ્સમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં નિર્ણય લેનારાઓએ સંપૂર્ણ વ્યૂહાત્મક સંયમ રાખવો જોઈએ.


 ભારતીય સેનાના જવાનોએ નવા વર્ષના અવસરે લદ્દાખમાં ગલવાનની ઘાટીમાં તિરંગો લહેરાવ્યો તો હવે ચીનને મરચા લાગ્યાં છે. ચીનના ગ્લોબલ ટાઇમ્સમાં લખાયું છે કે, ભારતમાં નિર્ણય લેનારે રણનિતિક સંયમ રાખવો જોઇએ. ચીનના મુદ્દોને વ્યાપક માનસિકતા સાથે સંભાળવાની જરૂર છે. ભારતીય રાજનેતા નવા વર્ષમાં અવસરે  બંને દેશો વચ્ચે વહેચાયેલી મિઠાઇ તે ગોળીમાં પરિવર્તિતન ન કરે તો સારૂ રહેશે,


ગ્લોબલ ટાઈમ્સનું માનવું છે કે ભારતીય સમાજમાં ચીન પ્રત્યે ખોટું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ચીન સાથે સહયોગને રાજકીય રીતે ખોટું માનવામાં આવી રહ્યું છે. ભારતની રાજનીતિ અમેરિકાથી પ્રભાવિત છે. કેટલાક કટ્ટર રાજકારણીઓ તેમના રાજકીય હેતુ માટે ચીન-ભારત સંબંધો પર કાદવ ઉછાળી રહ્યા છે. ભારતની મુખ્ય શક્તિ બનવાની મહત્વાકાંક્ષા ચીન-વિરોધી-કેન્દ્રિત જનમતની વચ્ચે સાકાર થઈ શકતી નથી. નોંધનીય છે કે ભારતીય મીડિયા મોટાભાગે અમેરિકા અથવા પશ્ચિમી દેશોના મંતવ્યો ટાંકવા માટે ઉત્સુક હોય છે જેઓ ચીન પર નિશાન સાધે છે. આ, અમુક અંશે, ભારતીય ઉચ્ચ વર્ગમાં ચીન પ્રત્યેની નકારાત્મક ધારણાને વધુ મજબૂત બનાવે છે.


એનડીટીવીએ સેનાના સૂત્રોને ટાંકીને એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, નવા વર્ષ નિમિત્તે ચીને ગલવાન ઘાટીના વિવાદિત વિસ્તારમાં આ ધ્વજ ફરકાવ્યો નથી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીને ગલવાન ખીણના તેના બિન-વિવાદિત ભાગમાં ધ્વજ ફરકાવ્યો છે અને ગલવાનમાં નદીના વળાંકની નજીક નહીં જ્યાં ભારત-ચીન સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.


વિપક્ષે ઉઠાવ્યાં સવાલ


આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિપક્ષે ફરી એકવાર સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, ગલવાન ઘાટીમાં અમારો ત્રિરંગો જ સારો દેખાય છે. ચીને જવાબ આપવો પડશે. મોદીજી, મૌન તોડો. આ સિવાય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીએ પણ ટ્વિટર પર લખ્યું છે કે 'નવા વર્ષ નિમિત્તે ભારતની ગલવાન ખીણમાં ચીનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો'. 56 ઇંચનો ચોકીદાર ક્યાં છે?'