અમદાવાદ: ઝડપથી ઉત્ક્રાંતિ પામતી વિચારધારા અને માગણીઓ સાથે સુમેળ સાધતાં અગ્રણી પેઈન્ટ અને ડેકોર કંપની એશિયન પેઈન્ટ્સે અમદાવાદમાં ખોખરા ખાતે અત્યાધુનિક મલ્ટી- કેટેગરી ડેકોર શોરૂમ બ્યુટિફુલ હોમ્સ બુટિક લોન્ચ કર્યું છે. ગુજરાતમાં પ્રથમ સ્ટોર તરીકે એશિયન પેઈન્ટ્સનું લક્ષ્ય હોમ ડેકોરેશન અને હોમ ઈમ્પ્રુવમેન્ટ આવશ્યકતાઓની વ્યાપક શ્રેણી સાથે પેઈન્ટ અને કલરની પાર તેની નિપુણતા એક છત હેઠળ પૂરી પાડવાનું છે.
અમદાવાદ ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતાં શહેરમાંથી એક હોઈ દેશમાં પ્રથમ હેરિટેજ સિટી તરીકે યુનેસ્કોએ ઘોષણા કરી હોઈ તેને સ્વર્ણિમ હોમ ડેકોર બજાર બનાવે છે. ગ્રાહકો અહીં સક્રિય રીતે એક્સપર્ટ સલાહ અને ડિઝાઈનમાં ટિપ્સ લઈ રહ્યા છે. તેઓ એવા સિંગલ ડેકોર ડેસ્ટિનેશન માટે પણ જુએ છે, જે એક સ્ટોરમાં સર્વ ડેકોર ડિઝાઈનો, સપ્લાય અને આઈડિયાઓ પ્રાપ્ત કરવાની સુવિધા આપે. આ જરૂરતને ધ્યાનમાં રાખીને એશિયન પેઈન્ટ્સ અમદાવાદમાં બ્યુટિફુલ હોમ્સ બુટિક લાવી છે, જે શહેરના લોકોને ઈન્ટીરિયર અને એક્સટીરિયર ડેકોરમાં તેમની ઊંડી સમજ આપે છે.
બ્યુટિફુલ હોમ્સ બુટિક એક છત હેઠળનો એવો શોરૂમ છે, જ્યાં પેઈન્ટ્સ, વોલપેપર્સ, કિચન્સ, બાથ, ફ્લોરિંગ તેમ જ સોફ્ટ ફર્નિશિંગ જેવી વિવિધ શ્રેણીઓમાં ગ્રાહકોને વ્યાપક ડેકોર અને ડિઝાઈન સમાધાન ઓફર કરાય છે. સ્ટોર ગ્રાહકોને બેજોડ રિટેઈલ અનુભવ આપે છે અને દરેક શ્રેણીમાં ઘણા બધા આઈડિયા અને શક્યતાઓ ઓફર કરે છે. ગ્રાહકોને વિવિધ ડેકોર વિકલ્પોમાંથી પસંદગી કરવામાં મદદરૂપ થવા માટે મફત કન્સલ્ટેશન સેવાઓ તેમ જ મફત 3ડી વિઝયુઅલાઈઝેશન ત્યાં ને ત્યાં જ ઓફર કરવામાં આવે છે. ડેકોર એક્સપર્ટસની ઉચ્ચ કુશળ ટીમ બ્યુટિફુલ હોમ્સ બુટિક શોરૂમમાં મોજૂદ હોય છે, જે ગ્રાહકોને માર્ગદર્શન પૂરું પાડે છે અને સંકલ્પનાથી પૂર્ણતા સુધીના પ્રવાસને આવરી લેવામાં તેમને મદદ કરે છે.
બ્યુટિફુલ હોમ્સ બુટિક સેવાઓની સંપૂર્ણ શ્રેણી, સક્રિય સહાય અને તેમની ડિઝાઈન માટે અમલબજાવણીમાં ટેકા થકી તેમના ગ્રાહકો માટે ઉત્તમ આઉટપુટ નિર્માણ કરવામાં ડિઝાઈન સમુદાયને પણ સહાય કરે છે. આ સ્ટોર સાથે એશિયન પેઈન્ટ્સ દેશમાં કુલ અગિયાર બ્યુટિફુલ હોમ્સ સ્ટોર્સ હવે ધરાવે છે.
એશિયન પેઈન્ટ્સે અમદાવાદમાં અત્યાધુનિક હોમ્સ બુટિક લોન્ચ કર્યું, ગુજરાતનો છે પ્રથમ સ્ટોર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Dec 2020 02:53 PM (IST)
ગુજરાતમાં પ્રથમ સ્ટોર તરીકે એશિયન પેઈન્ટ્સનું લક્ષ્ય હોમ ડેકોરેશન અને હોમ ઈમ્પ્રુવમેન્ટ આવશ્યકતાઓની વ્યાપક શ્રેણી સાથે પેઈન્ટ અને કલરની પાર તેની નિપુણતા એક છત હેઠળ પૂરી પાડવાનું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -