Atiq Ahmed Police Custody:માફિયામાંથી રાજકારણી બનેલો અતીક અહેમદ હાલ યુપી પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ તેના ગુનાઓને લગતા એંગલ પર પ્રશ્નો પૂછી રહી છે. આ પૂછપરછમાં અતીક પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી રહ્યો છે. આ દરમિયાન તેણે 24 ફેબ્રુઆરીના રોજ થયેલા ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસની સામે અનેક કેસોમાં તેની સંડોવણી કબૂલી હતી.


અતીકે પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે, હત્યાનું સમગ્ર પ્લાનિંગ તેનું હતું અને અસદ તેના ઈશારે જ હત્યામાં સામેલ થયો હતો. અતીકે જણાવ્યું કે અશરફે શૂટર્સની વ્યવસ્થા કરી હતી અને અસદની સાથે તમામ શૂટર્સ બરેલી જેલમાં અશરફને મળ્યા હતા અને તેના વિશે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું.


ઉમેશ પાલ અપહરણ કેસ છેલ્લા તબક્કામાં પહોંચી ગયો હતો


આતિકે પોલીસને જણાવ્યું કે, ઉમેશ પાલની હત્યા થવા પાછળ બે કારણો હતા, પહેલું કારણ એ છે કે ઉમેશ પાલ અપહરણનો કેસ છેલ્લા તબક્કામાં પહોંચી ગયો હતો. તો બીજું કારણ આપતા અતીકે કહ્યું કે, તે જે રીતે ખુલ્લેઆમ અમારી વિરુદ્ધ બોલી રહ્યો હતો તેનાથી સમાજમાં ખોટો સંદેશો જઈ રહ્યો છે.


તેથી જ અમે નક્કી કર્યું કે ઉમેશની ઘોળે દિવસે જ હત્યા કરી દેવામાં આવે જેથી અમારો ખૌફ બની રહે.. આતિકે કહ્યું કે, ઉમેશને તેના ઘરની બહાર બંને પોલીસકર્મીઓ સાથે મારી નાખવાનો તેનો આખો પ્લાન હતો. તેમણે કહ્યું કે, આ ઘટના બાદ અલ્હાબાદના લોકોને ખબર પડી કે અતીક હજુ  જીવિત છે.


પાકિસ્તાન કનેક્શન બાદ તપાસનો વ્યાપ વધ્યો


સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પૂછપરછ દરમિયાન જ્યારે અતીકે પાકિસ્તાન અને ISI સાથે સંબંધ હોવાની કબૂલાત કરી ત્યારે યુપી પોલીસ ચોંકી ઉઠી હતી. માનવામાં આવી રહ્યું છે કે હવે પાકિસ્તાન એન્ગલની રજૂઆતને કારણે તપાસનો વ્યાપ વધી શકે છે. એટલું જ નહીં, આતિકની ગેરકાયદેસર હથિયારો અંગે પણ પૂછપરછ થઈ શકે છે.


Asad Ahmed Encounter: પુત્ર અસદનો ચહેરો અંતિમ વખત જોઇ શકશે શાઇસ્તા? આ કારણે ઉઠ્યાં સવાલ


sad Ahmed Encounter: અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન તેના પુત્ર અસદ અહમદનો ચહેરો છેલ્લી વખત જોવા માંગે છે, તેથી આજે તે સરન્ડર થાય તેવી શક્યતા છે.


માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અહેમદ અને શૂટર ગુલામ મોહમ્મદનું ઝાંસીમાં UP STF દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જે બાદ તેના દાદા હારૂન અને વાર્ટ ડોક્ટર ઉસ્માન મૃતદેહને લેવા  ઝાંસી ગયા હતા. અતીક અહેમદ આ યુપી પોલીસના રિમાન્ડમાં છે, આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, અતીકની પત્ની શાઈસ્તા પરવીન આજે આત્મસમર્પણ કરી શકે છે.


અતીકની પત્ની શાઇસ્તા પરવીન તેના પુત્ર અસદ અહમદનો ચહેરો છેલ્લી વખત જોવા માંગે છે, તેથી તે આજે આત્મસમર્પણ કરે તેવી શક્યતા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, શાઇસ્તા વકીલો સાથે પોલીસને આત્મસમર્પણ કરી શકે છે, કારણ કે કોર્ટમાં આત્મસમર્પણ કરવા માટે વ્યક્તિએ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેમાં ઘણા દિવસોનો સમય લાગશે, તેથી શાઇસ્તા કોર્ટના બદલે પોલીસને સરેન્ડર કરી શકે છે.  અને તેના પુત્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે પરવાનગી માંગી શકે છે.


શાઇસ્તા પરવીન આજે આત્મસમર્પણ કરી શકે છે









તમને જણાવી દઈએ કે, શાઈસ્તા 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા બાદથી ફરાર છે અને તેનું નામ વોન્ટેડ લિસ્ટમાં છે. પોલીસે તેના પર 50 હજારનું ઈનામ પણ જાહેર કર્યું છે, પરંતુ હજુ સુધી પોલીસ શાઈસ્તાની ધરપકડ કરી શકી નથી. શાઇસ્તા પર ઉમેશ પાલની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે. તેના પુત્ર અસદને એન્કાઉન્ટરમાં માર્યા ગયા પછી, શાઇસ્તાએ તેના પુત્રને છેલ્લી વાર જોવા માટે આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો છે.