KKR vs SRH Live Telecast: આજની (14 એપ્રિલ) IPL મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામસામે હશે. આ સીઝનમાં બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ મેચ રમી ચૂકી છે. જ્યાં કોલકાતા બે મેચ જીતી છે તો હૈદરાબાદની ટીમે એક મેચ જીતી છે. આ બંને ટીમો પોતપોતાની અગાઉની મેચોમાં વિજયી રહી છે. આવી સ્થિતિમાં આ ટીમો આજની મેચમાં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. આ બંને ટીમો કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સાંજે 7.30 કલાકે ટકરાશે.
આ આઈપીએલમાં કોલકાતા અને હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. કોલકાતાને પંજાબ કિંગ્સ સામે પોતાની પ્રથમ મેચમાં હાર મળી હતી. આ ટીમે બીજી મેચથી વાપસી કરી હતી. કોલકાતાએ બીજી મેચમાં આરસીબીને અને ત્રીજી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. હાલમાં આ ટીમ સારી લયમાં જોવા મળી રહી છે. બીજી તરફ, સનરાઇઝર્સને તેની શરૂઆતની બંને મેચોમાં હાર મળી હતી પરંતુ ત્રીજી મેચમાં આ ટીમે પંજાબ કિંગ્સ સામે આસાન જીત નોંધાવીને ફોર્મમાં પાછા ફરવાના સંકેતો આપ્યા હતા. આવી સ્થિતિમાં આજની મેચ રસપ્રદ બની શકે છે.
જો કે, આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીની મેચોમાં કેકેઆરનો દબદબો રહ્યો છે. આ ટીમો વચ્ચે 23 મેચોમાં રમાઇ છે જેમાં KKR 14 મેચ જીત્યું છે અને SRH 8 મેચ જીત્યું છે. છેલ્લી 5 મેચમાં પણ KKRનો જ દબદબો રહ્યો છે. આ 5માંથી KKRએ ત્રણમાં જીત મેળવી છે.
જેસન રોય અને લિટન દાસ કોલકાતાની ટીમમાં સામેલ થઈ ગયા છે પરંતુ તેમને આજની મેચમાં સ્થાન મળે તેવી શક્યતા ઓછી છે. કોલકાતાની ટીમ છેલ્લી બે મેચોથી જીતી રહી છે, તેથી તે તેના પ્લેઇંગ-11 સાથે છેડછાડ કરવાનું પસંદ કરશે નહીં.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11
કોલકત્તા
રહેમાનુલ્લા ગુરબાઝ, એન. જગદીશન, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
હૈદરાબાદ
મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, માર્કો યાનસીન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.