Bhuj News :કચ્છમાં હોટલમાં વધુ એક હુમલાની ઘટના બની છે. ભૂજની ખ્યાતનામ હોટલ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
કચ્છના ભૂજની પ્રિન્સ હોટેલ પર હુમલો થયો છે. હોટેલ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો.હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. હોટેલ પર ક્યાં કારણોસર હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ રીક્ષામાં આવેલા શખ્સોએ હોટલ પર હુમલો કર્યો હતો. હુમલો કરનાર શખ્સો કોણ હતા. એ સમગ્ર મામલે હાલ તપાસ થઇ રહી છે. ઘટના જાણી થતાં ભૂજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર તપાસ હાથ ઘરી છે.
આ પણ વાંચો : સુરતમાં અન્ય એક ક્રાઇમની ચોંકાવનારી ઘટના
સુરતની વાત કરીએ તો સુરતમાં સુરતમાંથી વધુ એક ગુનાખોરાની મોટી ઘટના સામે આવી છે. અહીં એક મુસ્લિમ શખ્સે હિન્દુ નામનું આધાર કાર્ડ બનાવીને કેટલીય ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. સુરતમાં પુણા વિસ્તારમાંથી લવ જેહાદની આ ઘટના સામે આવી છે. એક મુસ્લિમ શખ્સ ઓજેર આલમે અર્જૂનસિંહ નામ ધારણ કરી એક હિન્દુ યુવતીને ફસાવી અને બાદમાં તેને સાપુતારા લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ.
મળતી માહિતી પ્રમાણે, મુસ્લિમ શખ્સ ઓજેર આલમે અર્જૂનસિંહ નામનું હિન્દુ આધારકાર્ડ બનાવી લીધુ હતુ આ શખ્સે પુણામાં એક હિન્દુ છોકરીને ફસાવી હતી, બાદમાં આ 15 દિવસના પ્રેમસંબંધમાં ઓજેરે હિન્દુ યુવતીને સાપુતારા લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા, જોકે, હવે તેની અસલી ઓળખ બહાર આવી છે. આ કૌભાંડનું એટલું જ ખતરનાક પાસું એ છે કે, તેને નકલી નામનું આધારકાર્ડ કેવી રીતે મેળવ્યું હતું ? તે જાણીને લોકો ચોંકી રહ્યાં છે. આ વિદ્યર્મી યુવકે નામ બદલીને હિન્દુ ધર્મ ધારણ કર્યો હતો, અને હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુ. 15 દિવસ બાદ યુવતી સામે સમગ્ર વિગતો સામે આવતાં જ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ હિન્દુ સંગઠનો મેદાનમાં આવી ગયા અને હિન્દુ યુવતીને વિદ્યર્મીના ચુંગાલમાથી છોડાવી હતી. જોકે, યુવતીએ પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડતા હિન્દૂ સંગઠન દ્વારા બે આધાર કાર્ડને લઈ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં કાપડ વેપારી ઓજેર આલમ હિન્દૂ નામ અર્જૂનસિંહ ધારણ કરી ફેસબુક ઓપરેટ કરતો હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, તેની પાસે બે-બે આધાર કાર્ડ હતા જેમાં એક હિન્દૂ નામથી અને બીજો ઓજેર આલમના નામથી મળી આવ્યા છે.