Tomato Price:  ફેંકવામાં આવેલા સડેલા ટામેટા એકત્ર કરી ગ્રાહકોને પધરાવી કમાણી કરી રહ્યા છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કરચામાં ફેંકી દેવામાં આવેલા સડેલા ટામેટાને વીણતો એક શખ્સ નજરે પડી રહ્યો છે.


શું છે વાયરલ વીડિયોમાં


વીડિયોમાં જોવા મળે છે તેમ સુરત એપીએમસી માર્કેટમાં કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કેરેટમાં ભરવામાં આવે છે. ટામેટાના ભાવ આસમાને હોવાથી કેટલાક લોકો સડેલા ટામેટા પણ વેચવાની ફિરાકમાં છે. દ્રશ્યમાં જોય શકાય છે કે એક વ્યક્તિ ટ્રેકટરમાં ફેંકાયેલા કચરામાંથી સડેલા ટામેટા લઈ રહ્યો છે. આ જ ટામેટા માર્કેટની બહાર સસ્તા ભાવે વેચી રહ્યા છે. તેથી જો તમે પણ સસ્તા ટામેટા ખાતા હોવ તો સાવધાન થઈ જાવ. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.   વીડિયોની પુષ્ટિ કરતું નથી.


દેશભરમાં સતત વધી રહેલા ટામેટાના ભાવને કારણે તે સામાન્ય લોકોની થાળીમાંથી એકદમ ગાયબ થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ટામેટાંના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ટામેટાંની વધતી કિંમત સામાન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની ગઈ છે ત્યારે મહારાષ્ટ્રના પુણેનો એક ખેડૂત ભાવ વધારાના કારણે કરોડપતિ બની ગયો છે. ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ભાગોજી ગાયકર નામના ખેડૂતે માત્ર ટામેટાં વેચીને જ 1.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી 13,000 ક્રેટ ટામેટાં વેચીને થઈ છે. હાલમાં દેશભરમાં ટમેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. 


ખેડૂત ભગોજી ગાયકર પાસે કુલ 18 એકરથી વધુ ખેતીની જમીન છે. તેમાંથી તે પોતાના પરિવારની મદદથી 12 એકર જમીનમાં ટામેટાંની ખેતી કરે છે. આ વર્ષે તેમના ખેતરમાં ટામેટાંનો ખૂબ જ સારો પાક થયો છે, જેના માટે તેમને બજારમાં ખૂબ સારા ભાવ મળ્યા છે. ભગોજી ગાયકરે જણાવ્યું કે આજકાલ તેઓ ટામેટાંનો એક કેરેટ વેચીને 2,100 રૂપિયા કમાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં શુક્રવારે 900 કેરેટ ટામેટાં વેચીને તેણે એક દિવસમાં 18 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તેમણે કહ્યું કે નારાયણગંજમાં ટામેટાની કિંમત છેલ્લા મહિનામાં 1,000 રૂપિયાથી લઈને 2,400 રૂપિયા પ્રતિ કેરેટ સુધી રહી છે.       


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial