નવી દિલ્હી: મૉબ લિંચિંગની ઘટનાઓને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. ચારેબાજુ આ પ્રકારની ઘટનાઓની ટીકા થઈ રહી છે. તેની વચ્ચે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને પણ મોબ લિંચિંગની આલોચના કરતા તેને દેશના ભાગલા વખતે મુસલમાનોને પાકિસ્તાન ના જવા સાથે જોડી રહ્યાં છે. અને કહ્યું કે મુસલમાનોને પાકિસ્તાન ન જવાની સજા મળી રહી છે.

આઝમ ખાને કહ્યું કે “મૉબ લિંચિંગની સજા મુસલમાનો વર્ષ 1947 થી જ ભોગવી રહ્યાં છે. જો મુસલમાનો પાકિસ્તાન જતાં રહ્યાં હોત તો તેમને આ સજા ન મળતી. મુસલમાનો અહીં છે તો સજા તો ભોગવશે જ. અમારા પૂર્વજો પાકિસ્તાન કેમ નથી ગયા ? આ મૌલાના આઝાદ, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને બાપૂને પૂછો. તેઓએ મુસલમાનોને વચન આપ્યું હતું. અમે ભાગલાના ભાગીદાર નહતા. પરંતુ અમને તેની સજા મળી રહી છે. જો કે જે પણ સ્થિતિ હોય મુસ્લિમ તેનો સામનો કરશે.”


નોંધનીય છે કે આઝમ ખાન જમીન વિવાદને લઈને ઘેરાયેલા છે. ઉત્તરપ્રદેશ સરકારે જમીનના મામલામાં ફસાયેલા આજમ ખાનને ભૂ-માફિયાની યાદીમાં સામેલ કર્યા છે.

વીડિયોથી નફરત ફેલાવવાના આરોપમાં આ બોલિવૂડ એક્ટરની થઈ ધરપકડ

બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનો પુત્ર UKની ગોરીને કરે છે પ્રેમ? નામ જાણીને આંચકો લાગશે

આ એક્ટ્રેસ બોલિવૂડ સેલેબને કરતી હતી ડેટ, માતા-પિતાની શરતને કારણે હવે.....