Badrinath Kapat Open 2023:ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. બદ્રીધામના પણ દ્રાર ખૂલી ગયા છે.  બદ્રીનાથ ધામને 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. બદ્રીનાથ ધામની બહાર સવારથી બરફ પડી રહ્યો છે.  સેંકડો ભક્તો મંદિરની બહાર એકઠા થતા રહ્યા.


હિમાલય ક્ષેત્રમાં સ્થિત બદ્રીનાથ ધામના કપાટ છ મહિના સુધી બંધ રહ્યા બાદ ગુરુવારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. ગુરુવારે સવારે 7.10 વાગ્યે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.


ગુરુવારે બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન વરસાદની સાથે હિમવર્ષા પણ થઈ હતી. ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. બદ્રીનાથ ધામમાં દરવાજા ખોલવાના સમયે હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તે જ સમયે, મંદિરને લગભગ 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. બીજી તરફ, દરવાજા ખોલતા પહેલા, બુધવાર સુધી, અહીં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન માટે  રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 


આ દરમિયાન આર્મી બેન્ડ ધૂન વગાડી હતી. લોકોએ જય બદ્રી વિશાલના નારા લગાવ્યા. આ પહેલા આદિગુરુ શંકરાચાર્યની ગાદી નરસિંહ મંદિરથી પાંડુકેશ્વર જવા રવાના થઈ હતી.આ પહેલા 25 એપ્રિલે સવારે 6.20 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. મંદિરના મુખ્ય પૂજારી જગદગુરુ રાવળ ભીમ શંકર લિંગ શિવચાર્યએ મંદિરના દરવાજા ખોલ્યા. મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ખરાબ હવામાનના કારણે મંદિરે જતા હજારો શ્રદ્ધાળુઓને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા.




જોકે પ્રથમ દિવસે 8 હજારથી વધુ ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા. માઈનસ 6 ડિગ્રી તાપમાન બાદ પણ મંદિરની બહાર દર્શન માટે સવારના 4 વાગ્યાથી જ લાંબી કતારો લાગી હતી.ઉત્તરાખંડ સરકારે કેદારનાથના પગપાળા માર્ગ પર ભારે હિમવર્ષા અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ યાત્રા માટે તીર્થયાત્રીઓની નોંધણી 30 એપ્રિલ સુધી અટકાવી દીધી છે. ભારતીય હવામાન વિભાગે કેદારનાથ ધામ માર્ગ અને ધામમાં ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. કેદારઘાટીમાં આગામી એક સપ્તાહ સુધી ખરાબ હવામાનની આશંકા છે.


હિમસ્ખલનની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે. કેદારનાથ ધામમાં રવિવારે વરસાદ અને હિમવર્ષા થઈ હતી. રાજ્ય સરકારે યાત્રાળુઓ માટે એડવાઈઝરી જારી કરી છે. યાત્રીઓને ધામ જતા પહેલા ગરમ વસ્ત્રો અને જરૂરી વસ્તુઓ સાથે રાખવા માટે કહેવામાં આવ્યું છે.