Bhavnagar : ગુજરાતની સ્ટેટ યુનિવર્સિટીઓમાંથી  એક એવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (Maharaja Krishnakumarsinhji Bhavnagar University)માં ઘણા લાંબા સમયથી કુલપતિ ઇન્ચાર્જ છે.  જો કે હવે સર્ચ કમિટીએ આ યુનિવર્સિટીના કાયમી કુલપતિ માટે પ્રક્રિયા હાથ ધરી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિના પદ માટે સર્ચ કમિટીએ અરજીઓ મંગાવી હતી. પણ આ પદ માટે 20-25 કે 50 નહીં પણ 121 લોકોએ અરજી કરી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ બનવા માટે કુલ 121 ઉમેદવારોએ બાયોડેટા મોકલ્યા છે. 


આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવતા હવે આ યુનિવર્સિટીના કુલપતિની પસંદગી કરવાનું કામ સર્ચ કમિટી માટે પડકારજનક રહેશે. આટલી મોટી સંખ્યામાં અરજી કરેલા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ કેટલા દિવસ ચાલશે એ પણ એક મોટો પ્રશ્ન છે. જો કે આ તમામ બાબતો વચ્ચે શક્યતા એ પણ છે કે કેટલીક અરજીઓ રદ્દ પણ કરવામાં આવી શકે છે. જેના કારણે અરજીઓનો આંકડો ઓછો થશે. હાલ યુનિવર્સિટીમાં ડો.એમ એમ ત્રિવેદી કુલપતિ છે, જે ઇન્ચાર્જ છે. 


બે ભાઈઓના પરિવારના 9 સભ્યોએ એક સાથે આત્મહત્યા કરી
મહારાષ્ટ્રના સાંગલી (Sangli)  જિલ્લામાં સામુહિક આત્મહત્યા (Mass suicide)ની મોટી ઘટના ઘટી છે. મળતી માહિતી મુજબ સાંગલી જિલ્લાના મિરજ તાલુકાના મહિસલના અંબિકા નગરવિસ્તારમાં બે ભાઈઓના પરિવારના 9 સભ્યોએ એક સાથે આત્મહત્યા કરી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. અંબિકા નગરવિસ્તારમાં બે મકાનોમાંથી લગભગ નવ મૃતદેહો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું  છે.


મહિસલના બે ભાઈઓ માણિક યલ્લાપ્પા વનમોર અને પોપટ યલ્લાપ્પા વનમોરના પરિવારના નવ સભ્યોએ કથિત રીતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે એકત્ર થયા છે. સમગ્ર સાંગલી જિલ્લામાં અરાજકતાનો માહોલ છે.


દરમિયાન પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી મુજબ, 1)ડો. માણિક યેલપ્પા વનમોર, 2)અક્કતાઈ વનમોર (માતા), 3)રેખા માણિક વનમોર (પત્ની), 4)પ્રતિમા વનમોર (પુત્રી), 5)આદિત્ય વનમોર (પુત્ર) અને 6)પોપટ યેલપ્પા વનમોર (શિક્ષક), 7)અર્ચના વનમોર (પત્ની), 8)સંગીતા વનમોર (પુત્રી) અને 9)શુભમ વનમોર (પુત્ર)એ આત્મહત્યા કરી લીધી છે. 


 


Education Loan Information:

Calculate Education Loan EMI