વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. ઉપર વાસમાં ભારે વરસાદને લઈ કાળુભાર ડેમના 3 દરવાજા ખોલાયા હતા. ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થતા ડેમના ત્રણ દરવાજા ખોલાયા હતા. ડેમના દરવાજા ખોલવામાં આવતા ત્રણ તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા હતા.
કાળુભાર ડેમ માથી 1800 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. ઉમરાળા, વલ્લભીપુર તાલુકાના 11 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે સવારે 6 કલાકે ડેમના 3 દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. ગઢાળી, રાજપીળા, ભોજવાદર, હડમતાલા, રતનપર, સમઢિયાળા, તરપાલા, ઉમરાળા, વાગધ્રા, ચોગઠ, રાજસ્થળી સહિત ગામડાને એલર્ટ કરાયા છે. નદીના પટમાં ન જવા માટે ગ્રામપંચાયતોને જાણ કરાઇ હતી.
શું તમે જાણો છો કે ચોમાસાની ઋતુમાં કેટલું પાણી પીવું જોઈએ? જાણો એક્સપર્ટ પાસેથી..
વિરામ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ વિરામ બાદ બીજા રાઉન્ડમાં પણ ગુજરાતને સારો વરસાદ મળશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ એટલે 6 જુલાઇથી 10 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદનો અનુમાન છે.
Weather Update: ગુજરાતમાં આવતી કાલે આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, આ ત્રણ જિલ્લામાં અપાયું રેડ એલર્ટ
Weather Update:ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ આવતી કાલે એટલે 7 જુલાઇએ અમરેલી, ભાવનગર, આણંદ ભારે વરસાદનો અનુમાન છે. તો 8 જુલાઇએ કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે.
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ આવતી કાલે એટલે 7 જુલાઇએ અમરેલી, ભાવનગર, આણંદ ભારે વરસાદનો અનુમાન છે. તો 8 જુલાઇએ કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે.
આ જિલ્લામાં 7 જુલાઇએ ઓરેન્જ અલર્ટ
હવામાનની વેબસાઇટ સ્કાઇમેટ મુજબ 7 જુલાઇએ સુરેન્દ્રનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,દમણ,વલસાડ,રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ,અમદાવાદ,વડોદરા,છોટા ઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે.
Join Our Official Telegram Channel: