ભાવનગર: કેંદ્ર સરકાર સરકાર દ્વારા મોટર-વ્હિકલ એક્ટ 2019માં સુધારો કરી ટ્રાફિકના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ મામલે ગુજરાત સરકારે નવા કાયદાની 50 કલમોમાં ફેરફાર કરી અને દંડની જોગવાઈમાં ઘટાડો કર્યો છે. રાજ્યમાં મોટર-વ્હિકલ એક્ટ 2019ના નવા નિયમોનો અમલ 16મી સપ્ટેમ્બરથી થશે. ટ્રાફિકના નિયમો પોલીસને પણ લાગૂ પડે તે દર્શાવવા માટે ભાવનગર પોલીસે મોટું પગલું ભર્યું છે. ભાવનગરમાં 39 પોલીસ કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

ટ્રાફિકના નવા નિયમોને લઈ ભાવનગર પોલીસ સતર્ક બની છે. ભાવનગમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન 39 જેટલા પોલીસ કર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. લાઈસન્સ અને હેલમેટ સહિતના નિયમભંગ બદલ પોલીસ કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 16મી સપ્ટેમ્બરથી મોટર-વ્હિકલ એક્ટ 2019ના નવા નિયમો લાગૂ થશે, એ પહેલા પોલીસ માટે જ નિયમના પાલન માટે મુહિમ હાથ ધરવામાં આવી છે.