ભાવનગર: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથવાત છે. અનેક રજૂઆત છતા તંત્રના પેટનું પાણી હલતું નથી. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે ફરી રખડતા ઢોરને કારણે એક 19 વર્ષીય યુવાનનો ભોગ લેવાયો છે. શુભમ ડાભી નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન આખલાના અડફેટે લેતા તેનું મોત થયું છે. ઘોઘા રોડ ચકુ તલાવડી પાસે આ બનાવ બન્યો છે. ગંભીર હાલતે યુવાનને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. ભાવનગર મનપાનું રેઢિયાર તંત્રના કારણે વારંવાર લોકોના જીવ જઈ રહ્યા છે આમ છતાં નિષ્ક્રિય થઈને માત્ર તમાશો જોઈ રહી છે.


આખરે 27 વર્ષથી ચાલતી લડતનો થયો વિજય


આખરે ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આમ ભાવનગરમાં 27 વર્ષથી અશાંતધારો લાગુ કરવાની માંગ પર આજે મહોર લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયત્નો કરવામાં આવતા હતા. તે માટે અનેક વખત આવેદન પત્રો અને રેલીઓ કાઢી રજુઆત પણ કરવામાં આવી હતી.




ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં હિન્દુ સંગઠનોની રજુઆત અને ધારાસભ્ય સેજલબેન પંડ્યાના પ્રયાસથી અશાંતધારો લાગુ થયો છે. શહેરના ભગાતળાવ, રાણીકા, બોરડીગેઇટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનિ ડેરી, તિલકનગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આનંદ નગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદાર નગર, ભરતનગર, શિશુવિહાર, કરચલિયા પરા, ખેડૂત વાસ, શિવાજી સર્કલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ થયો છે.


10 દિવસનું આપવામાં આવ્યું હતુ અલ્ટિમેટમ











ભૂતકાળમાં ભાવનગરે અનેક કોમી રમખાણ જોયા છે જેનું સાક્ષી ભાવનગર રહ્યું છે. અશાંતધારાની માંગ આજકાલથી નહીં પરંતુ 27 વર્ષથી થઈ રહી છે. ભાવનગર શહેર વિસ્તારમાં અનેક એવા ડિસ્ટર્બ એરિયા છે કે જ્યાં વિધર્મી લોકો દ્વારા અનેક સોશાયટી વિસ્તારમાં પ્રવેશ કરીને મકાનોની લે વેચ કરી છે. સોદા કર્યા છે. જેમાં ક્રેસન્ટ વિસ્તાર, હલુંરીયા ચોક, ગીતા ચોક, ઘોઘા સર્કલ, ગૌરીશંકર, મોખડા જી સર્કલ, વડવા સહિતના વિસ્તાર સામેલ છે જ્યાં અનેક હિંદૂઓને ઘર છોડીને જવું પડ્યું છે જ્યારે અનેક વિસ્તારમાં તો વિધર્મીઓએ પ્રવેશ ન કરવા માટે હિન્દૂ સોસાયટીમાં વિસ્તાર દ્વારા જ બોર્ડ લગાવવામાં આવ્યા છે.




જોકે ચૂંટણી સમયે રાજકીય નેતાઓ દ્વારા પણ અશાંતધારાને લઇ ખૂબ રાજકારણ કરવામાં આવે છે. ધારાસભ્ય દ્વારા હિન્દુઓના મત લેવા માટે વચનો આપવામાં આવે છે. આજે એ જ વચનોને લઈ હિન્દુ સંગઠનો ભાવનગરના ધારાસભ્ય સેજલ પંડ્યા, જીતુ વાઘાણી શહીત ભાવનગરના સાંસદ ભારતી બેન શિયાળનાં ઘરે આવનારા દિવસોમાં હિંદુ સંગઠન કાર્યક્રમ આપશે.