Arvind Kejriwal Gujarat visit: ભાવનગરમાં આમ આદમી પાર્ટીના સી.એમ અરવિંદ કેજરીવાલ અને ભગત માનનું આગમન થયું હતું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સતત ત્રીજી વખત અરવિંદ કેજરીવાલ ભાવનગરના પ્રવાસે પહોંચ્યા છે. શહેરના ચિત્રા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધી હતી. 






 


આ દરમિયાન તેમણે કહ્યું કે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ કરી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થયેલા વિવિધ આંદોલનો દરમિયાન જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, બધા લોકોના કેસ પાછા ખેંચવામાં આવશે અને તેમને જેલ મુક્ત કરવામાં આવશે. આ તેમણે આઈબીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે, આઈબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 92થી 93 સીટો મળી રહી છે.આ ઉપરાંત અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે.


વધુમાં દિલ્લીના સીએમએ કહ્યું કે, હજુ આપણ વધારે મહેનત કરવાની જરૂર છે. હજુ વધુ સીટ કવર કરવાની છે. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, જો ઓછા માર્જીનથી સરકાર બનશે તે ભાજપવાળા અમારી સરકાર તોડી નાખશે. તેથી 150 જેટલી બેઠક જીતાડવાની લોકોને અપીલ કરી હતી. નોંધનીય છે કે, ભાજપના ગઢમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10000થી 15000 લોકો હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના બંને સીએમ ભાવનગરના પ્રવાસે પહોંચતા રાજનીતિ તેજ બની છે.


અરવિંદ કેજરીવાલ કેટલીક જનસભાને સંબોધિત કરશે




ગુજરાતના બે દિવસના પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ કેટલીક જનસભાને સંબોધિત કરશે. આ જનસભાઓ ભાવનગર, ઊંઝા,  મહેસાણા અને ડીસામાં યોજાશે. આ પહેલા તેમણે આઠ અને નવ ઓક્ટોબરે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેટલાક નેતા અને કાર્યકર્તા ગુપ્ત રીતે તેમની આમ આદમી પાર્ટી (AAP)નું સમર્થન કરી રહ્યા છે. તે આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાની જ પાર્ટીની હાર જોવા માંગે છે.