National Games: ૩૬મી નેશનલ ગેમ્સમાં ગુજરાતને વધુ એક મેડલ મળ્યો છે. ભાવનગરની દીકરીએ યોગ સ્પર્ધામાં ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેડલ વિજેતા જાનવી મહેતા દેશ વિદેશમાં યોજાયેલી વિવિધ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ સહિતના અનેક મેડલ જીતી ચુકી છે. રમત ગમત અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જાનવીને અભિનંદન પાઠવ્યા હતા. 


ભાવનગર શહેરનાં સુભાષનગર વિસ્તારમાં રહેતી એક સામાન્ય પરિવારની દીકરી એવી જાનવી મહેતા કે જેને પોતાની નાની ઉમરમાં અનેક મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને પોતાના પરિવાર, શહેર અને દેશને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં જાનવી મહેતાએ યોગ સ્પર્ધામાં આર્ટીસ્ટટીક પેરમાં ભાગ લઈ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. યોગ ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિઓ હાસલ કરનાર જાનવી મહેતાને ભાવનગરના યુવરાજ જયવીર રાજ સિંહે સન્માનિત કરી હતી.


 ભાજપ છોડી આપમાં આવેલા કયા નેતાને મળી ટિકિટ ?


Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આજે પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. પાંચમી યાદીમાં કુલ 12 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વ્યારા બેઠક પરથી બિપીન ચૌધરીના નામની જાહેરાત થઈ છે. બિપીન ચૌધરીએ ભાજપમાંથી રાજીનામું આપી આપમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ ભાજપ સંગઠનના પ્રમુખ પણ રહી ચુક્યા છે.બિપીન ચૌધરીએ કમળ છોડી ઝાડું પકડતાં તેમને લોટરી લાગી છે.


આમ આદમી પાર્ટીએ પાંચમી યાદીમાં આ 12 ઉમેદવારોને આપી છે ટિકિટ



  • ભુજથી રાજેશ પંડોરિયા

  • ઇડરથી જયંતીભાઈ પ્રણામી

  • નિકોલથી અશોક ગજેરા

  • સાબરમતીથી જસવંત ઠાકોર

  • ટંકારાથી સંજય ભટાસના

  • કોડીનાર થી વાલજીભાઈ મકવાણા

  • મહુધાથી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા

  • બાલાસિનોર થી ઉદેસિંહ ચૌહાણ

  • મોરવા હડફથી બનાભાઈ ડામોર

  • ઝાલોદથી અનિલ ગરાસિયા

  • ડેડીયાપાડાથી ચૈતર વસાવા

  • વ્યારાથી બિપીન ચૌધરી


આપની ત્રીજી યાદી – કોને ક્યાંથી મળી ટિકિટ



  • કચ્છ, માંડવી- કૈલાશદાન ગઢવી

  • અમદાવાદ, દાણીલીમડા- દિનેશભાઇ

  • ડિસા - ડૉ. રમેશ પટેલ

  • પાટણ- લાલેશભાઈ ઠક્કર

  • વડોદરા-સાવલી- વિજય ચાવડા

  • ખેડબ્રહ્મા- બિપીન ગામેતી

  • નાંદોદ- પ્રો.પ્રફુલ વસાવા

  • પોરબંદર- જીવણભાઈ જુંગી

  • નિઝર-તાપી- અરવિંદભાઈ ગામિત


આપની બીજી યાદી - કોને ક્યાં મળી ટિકિટ - 
રાજુ કરપડા, ચોટિલા
પિયુષ પરમાર, માંગરોળ-જૂનાગઢ
પ્રકાશભાઈ કોંટ્રાક્ટર- ચોર્યાસી- સુરત
નિમિષાબેન ખૂંટ-ગોંડલ
વિક્રમ સોરાણી-વાંકાનેર
કરશન કરમૂર-જામનગર ઉત્તર
ભરતભાઈ વાખળા- દેવગઢ બારિયા
જે.જે. મેવાડા- અસારવા-અમદાવાદ
વિપુલ સખીયા- ધોરાજી


આપની  પ્રથમ યાદી- કોને ક્યાંથી મળી ટિકિટ



  • ભેમાભાઈ ચૌધરી- દિયોદર

  • જગમલવાળા - સોમનાથ

  • અર્જુન રાઠવા- છોટા ઉદેપુર

  • સાગર રબારી - બેચરાજી

  • વશરામ સાગઠીયા - રાજકોટ ગ્રામ્ય

  • રામ ધડૂક - કામરેજ

  • શિવલાલભાઈ બારસીયા - રાજકોટ દક્ષિણ

  • સુધીર વાઘાણી - ગારિયાધાર

  • રાજેન્દ્ર સોલંકી - બારડોલી

  • ઓમ પ્રકાશ તિવારી - નરોડા (અમદાવાદ)