Gir Somnath Accident:  રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. સોમનાથ-ભાવનગર ફોર ટ્રેક હાઇવે પર ગુજરાત સરકાર લખેલી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કોડીનારના ડોળાસા ગામ નજીક સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં બાઇકના બે ટુકડા થઈ ગયા હતા. જેમાં બાઇક ચાલકનું મોત થયું હતું. જયારે બાઇકમાં સવાર યુવતીને ગંભીર હાલતમાં જૂનાગઢ ખસેડવામાં આવી હતી.


રાજકોટના શ્રદ્ધાળુઓને દ્વારકા નજીક અકસ્માત


દ્વારકા નજીક ભીમ પરા પાસે દર્શનાર્થીઓ ની કાર પલટી હતી. ઇકો કાર પલ્ટી જતાં બે શ્રદ્ધાળુનાં મોત થયા છે. જ્યારે બે ઇજાગ્રસ્ત થતાં બંનેને જામનગર હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે. તમામ પ્રવાસીઓ રાજકોટનાં રૈયા ખાતેના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.




ગોંડલ- રાજકોટ હાઈ-વે પર ગોઝારો અકસ્માત


અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર બીલીયાળા પાસે ગત મોડી રાત્રીના ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા બે યુવાનના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા. તેમાં ધોરાજીના યુવાનની ઓળખ થવા પામી હતી જ્યારે અન્ય યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી હતી.


ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બીલીયાળી ગામના પાટીયા પાસે ગત રાત્રિના એક વાગ્યાના સમયે   ટેમ્પો  ધોરાજીથી ટમેટા ભરી રાજકોટ જઈ રહ્યો હતો ત્યારે આગળ ઉભેલા  ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતા સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો ચાલક મોહસીન હાજી રફિકભાઈ મોતીવાલા( ઉ.વ.૩૫) તથા તેની સાથે રહેલા અજાણ્યા યુવાનનુ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતું. ઘટનાના પગલે તાલુકા પોલીસના મહિપાલસિંહ ચૌહાણ, માનવ સેવા ટ્રસ્ટ ના પ્રફુલભાઈ રાજ્યગુરુ  ઘટના સ્થળે દોડી ગયા હતા, અને યુવાનના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.


અકસ્માતમાં મોતને ભેટેલા ધોરાજીના દાણીકોઠા કાંગરા કોમ્પ્લેક્ષમા રહેતા મોહસીન હાજી રફિકભાઈ મોતીવાલા ટેમ્પો ચલાવી પોતાનું ઘર ગુજરાત ચલાવતા હતા અને પરણીત હતા, જ્યારે અન્ય મૃતક યુવાનની ઓળખ થઈ ના હોવાથી તેના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ફ્રીઝર રુમ મા રખાયો છે રાજકોટના છેવાડે ગોંડલ ચોકડી ઓવરબ્રિજનું આજે લોકાર્પણ થાય તે પહેલાં આગલી રાતે જ આ વધુ એક અકસ્માત થયો હતો. અલબત્તબનાવનું સ્થળ તો છેક ગોંડલ પહેલાં આઠેક કિલોમીટર દૂર છેઅને તેમાં માર્ગ પર થોભેલા ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી ગયો હતો એ ખરૃં પરંતુ એકંદરે રાજકોટ- ગોંડલ હાઈ- વે જીવલેણ અકસ્માતો માટે પંકાયેલો છે અને રાજકોટ- જેતપુર સિક્સલેન બની જાય તો જ સ્થિતિમાં મહદ્દ અંશે સુધારો આવી શકે તેમ છે. અન્યથાહાલ તો શાપર- વેરાવળ ઔદ્યોગિક ઝોનને લગત વાહનોના ભારે ટ્રાફિકને લીધે અકસ્માતોની વણઝાર વણથંભી રહેવાની ભીતિ જણાઈ રહી છે.