Latest Bhavnagar News: ભાવનગર જિલ્લામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માત્ર 16 વર્ષના કિશોરનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયું છે. આજે બપોરે જયદીપ મેર નામનો કિશોર તળાજા તાલુકાના કુંઢેલી ગામ નજીક આવેલ કેનાલમાં ન્હાવા પડ્યો હતો. જોકે પાણીમાં ગરકાવ થઈ જતા મૃત્યું થયું હતું.

સ્થાનિક તરવૈયાઓ દ્વારા કિશોરની શોધખોળ બાદ લાશને કેનાલ માંથી બહાર કાઢવામાં આવી હતી. બનાવને લઇ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અવાર-નવાર કેનાલમાં ડૂબી જવાથી મોત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે તેથી માતા પિતાએ પણ હવે સજાગ રહેવાની જરૂર છે.




અઠવાડિયા પહેલા વઢવાણ તાલુકાના ખેરાળી ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ટ્રેકટર ખાબકતા ખેડૂત દંપતી કેનાલમાં તણાયું હતું. જેની જાણ થતાં સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડીરાત્રે ખેડૂતની લાશ મળી આવી હતી. જ્યારે બીજે દિવસે મોડીસાંજ સુધી શોધખોળ શરૂ રાખવા છતાં પત્નીની લાશનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. ખેરાળી ગામે રહેતા ખેડૂત બાબુભાઈ ભોપાભાઈ કમેજળીયા (ઉ.વ.30) અને તેમના પત્ની અનસોયાબેન કમેજળીયા (ઉ.વ.28) ગત મંગળવારે સાંજે ટ્રેકટરમાં ઘર તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ખેરાળી ગામ પાસેથી પસાર થતી કેનાલના રસ્તે કાચા રસ્તા અને ખાડાના કારણે ખેડૂતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલમાં ખાબક્યું હતું. 


જે અંગે સ્થાનિકોએ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલા ખેડૂત દંપતીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સાત કલાકની જહેમત બાદ બાબુભાઈની લાશ મળી આવી હતી. જ્યારે પત્નીની લાશનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. આથી બીજે દિવસે સવારથી ફાયર ફાયટર ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડીસાંજ સુધી પત્નીની કોઈ ભાળ મળી નહોતી. જ્યારે માળોદ કેનાલ પાસે ઉભેલા કોઈ વ્યક્તિએ છુટ્ટા વાળ સાથે કોઈ તણાઈ રહ્યું હોય તેવું જોતા પત્નીની લાશ તણાઈને માળોદ કેનાલ તરફ જતી રહી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આમ બનાવ બન્યાના 48 કલાક બાદ પણ અનસોયાબેનની લાશ મળી આવી નહોતી. જ્યારે ખેડૂતની અંતિમવિધી કરવામાં આવી હતી. 


આ પણ વાંચોઃ


ભારતના ખેડૂતો માટે ખૂબ કામની છે આ સરકારી યોજનાઓ, આજે જ કરો અરજી