Bhavnagar News: ભાવનગરના જેસર તાલુકાના તાતણીયા ગામે એક મહિલાનું અવસાન થતાં ટ્રેકટરમાં અંતિમ યાત્રા કાઢવી પડી હતી.  કોઝવે પર પાણી ભરાઈ જતા અંતિમયાત્રા કાઢવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવા ગ્રામજનો મજબૂર બન્યા હતા. તાતણીયાથી સલડી ગામને જોડતો પુલ બનાવવા માટે 10-12 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ગામમાં કોઈ ઇમર્જન્સી સેવા હોય કે ગામની બહાર જવું હોય તો પણ ગ્રામજનોને નદીમાંથી પસાર થવું પડે છે.



સરકારના મોટા-મોટા વિકાસના દાવા વચ્ચે જેસર પથકનાં ગ્રામજનો અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે. ગઈકાલે એક મહિલાનું મોત થયું તેને ટ્રેક્ટરમાં અંતિમયાત્રા કાઢવા માટે ગ્રામજનો મજબૂર બન્યા હતા. જોકે અંતિમયાત્રામાં આવેલા લોકોએ તો નદીના પાણીમાં પલળીને પસાર થવું પડ્યું હતું. ગ્રામજનોની ગંભીર સમસ્યાને લઇ સરકારે તાત્કાલિક ના ધોરણે પુલ બનાવી લોકોની સમસ્યાનો હલ કરવો જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.




શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન


શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેઓ 62 વર્ષના હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. 2-3 સપ્તાહ પહેલા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. ઝુનઝુનવાલાના મૃત્યુનું કારણ મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર હોવાનું કહેવાય છે. ડૉક્ટરોની ટીમ સતત તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સફળ રહ્યા નહોતા. ગત સાંજે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત બગડી રહી હતી.


 ભારતના વોરેન બફેટ


રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવાય છે. શેરમાર્કેટમાં રૂપિયા લગાવ્યા બાદ તેમણે બિગ બુલ એરલાઇન સેક્ટરમાં પણ એન્ટ્રી કરી હતી. તેમની નવી એરલાઇન કંપનીએ મોટું રોકાણ કર્યુ હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ કામ શરૂ કર્યુ હતું. તેઓ હજારો કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમણે માત્ર 5 હજાર રૂપિયાથી શરૂઆત કરી હતી.


રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં 32 શેર


જૂન 2022ના ત્રિમાસિક ગાળા માટેના નવીનતમ શેરહોલ્ડિંગ મુજબ, રાકેશ ઝુનઝુનવાલાના સ્ટોક પોર્ટફોલિયોમાં હાલમાં 32 શેરનો સમાવેશ થાય છે. જેની વર્તમાન નેટવર્થ રૂ. 31,220.9 કરોડથી વધુ છે. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ પણ કહેવામાં આવે છે. મીડિયા અને રિટેલ રોકાણકારો તેના રોકાણ પર નજર રાખે છે. તેમના મનપસંદ શેરોમાં ફાઇનાન્સ, ટેક, રિટેલ અને ફાર્મા સેક્ટરના શેરોનો સમાવેશ થાય છે.