ભાવનગરઃ ગુજરાતમાં 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે તેથી રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે.


ભાજપ હજુ ઉમેદવારોની પસંદગી અંગે મનોમંથન કરી રહ્યો છે ત્યારે  ગુજરાત કોંગ્રેસે સોમવારે વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક વોર્ડના ઉમેદવારોની જાહેરાત કરી છે.

ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ 22 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાંથી કૌશિક ચાંદોલિયા, જયદીપ સિંહ ગોહિલ, જીતુ સોલંકી, પારુલબેન ત્રિવેદી, ભરતભાઈ બુધેલીયા, હિંમત મેનિયાને રિપિટ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં 22માંથી 8 મહિલાને ટિકિટ ફાળવી છે.

ભાવનગરમાં 13 વોર્ડ પર 52 બેઠક યથાવત છે. જેમાં 52 બેઠક પૈકી 3 SC માટે અને તેમા 2 SC મહિલાઓ માટે બેઠક રહેશે. 5 બેઠક પછાત વર્ગ માટે રહેશે. જેમાં 3 મહિલા માટે અનામત રહેશે. તેમજ 26 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.



Indigo Paintsની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારો થયા માલામાલ

જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે 27 ઉમેદવારો કર્યા જાહેર, જાણો કેટલી મહિલાને આપી ટિકિટ