Bhavnagar : ભાવનગરના તળાજામાં તળાજાથી ભાવનગર હાઈવે પર આવતા શેત્રુંજી નદીના પુલ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. 
પીકઅપ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અકસ્માત બાદ ટ્રક પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માતના બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતનો બનાવ બનતા 108 ની અને પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 


GSRTCની માલેગાંવ-સુરત બસનો અકસ્માત, બાળકો સહિત 20 લોકો ઈજાગ્રસ્ત 
ગુજરાતની GSRTC બસનો અકસ્માત થયો હતો.  માલેગાંવ-સુરત બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાળકો સહિત 20 લોકો ઈજાગ્રસ્ત થયાના હતા, જ્યારે 6  મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાહતા.  આ બસ મહારાષ્ટ્રના  માલેગાંવથી સુરત આવી રહી હતી. 


આ અકસ્માતમાં બાળકો સહિત 20 લોકો ઘાયલ થયા હતા.  નવાપુરના ચરણમલ ઘાટ નજીક બસ પલટી જતાં 20 મુસાફરો ઘાયલ થયા હતા.   માલેગાંવ-સુરત બસને નવાપુર તાલુકાના ચરણમલ ઘાટમા અકસ્માત થયો હતો. આ બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા. 


ચરણમાળ ઘાટના વળાંક પર બસની એક્સલ તુટી જતા બ્રેક ફેઈલ થઈ હતી. આ બસ ઘાટમાં અથડાઈ હતી.  બ્રેક ફેઈલ થવાના કારણે અકસ્માત સર્જાયો હતો.  કુલ 20 મહિલાઓ અને બાળકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોનો સારવાર માટે નવાપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.  સ્થાનિક બોરઝર ગ્રામજનોએ ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. આ ઘટના ગત 4 જુલાઈની છે. 


ઉના-ભાવનગર નેશનલ હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ઉના-ભાવનગર નેશનલ હાઇવે પર  એસટી બસ અને ટ્રક વચ્ચે  ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત  એટલો ભયંકર હતો કે ટ્રકની આખી કેબીન અલગ થઇને ખસી ગઈ હતી, તો એસટી બસના ડ્રાઈવરની સીટના ભાગના પણ ફુરચે ફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનારા ડ્રાઈવરને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જયારે કોઈ જાનહાની થઇ ન હતી.  અકસ્માતની આ ઘટના ગત જૂન મહિનાની છે.