Bhavnagar : ભાવનગર શહેરનાં નવાપરા વિસ્તારમાં સેન્ટ્રલ જી.એસ.ટીની ટિમ દ્વારા જી.એસ.ટી ના બોગસ બિલિંગ માટે રેડ પાડવામાં આવી હતી અને આ સમયે અહીં માથાભારે ગણાતા વલી હાલારીના માણસોએ અધિકારીઓ ઉપ્પર હુમલો કર્યો હતો આ ઘટનામાં ગઈકાલે પોલીસ ફરિયાદ બાદ પોલીસે આ સ્થળે ફરી એક વખત C-GST ના અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે સર્ચ કરવા પહોંચ્યા હતા
પોલીસ કાફલા સાથે GSTના અધિકારીઓનું સર્ચ ઓપરેશન
નવાપરા ખાતે સેન્ટ્રલ GSTના અધિકારીઓ તેમજ એએસપી સફીન હસન સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીયો હતો. તપાસ હાથ ધરી હતી. પોલીસને આ સ્થળેથી એક DVR મળી આવ્યું હતું અને તે પોલીસે કબ્જે લીધું હતું આ DVRમાં કેટલાક ગેરકાયદેસર રીતે થયેલા બિનહિસાબોનો ડેટા મળી આવે તેવી સંભાવના છે.
આરોપીઓ ભાવનગર છોડીને ભાગ્યા
પોલીસે બોગસ બિલિંગમાં ભેજું ગણાતા વલી હાલારી અને તૌકીફ હાલારીના ઘરે સર્ચ કર્યું હતું. આ સમયે આ વિસ્તારમાં લોકોના મોટાટોળા ઉમટ્યા હતા જો કે બોગસ બિલિંગમાં મોટામાથા ગણાતા આ ભેજાબાજ લોકો ભાવનગર છોડીને અન્ય શહેરમાં ફરાર થઇ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આરોપીઓને ઝડપી પાડવા SITની રચના
આ કેસમાં પોલીસ ફરિયાદ બાદ સેન્ટ્રલ GSTના અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, આરોપીઓને ઝડપી લેવા પોલીસે SITની રચના કરી છે. યુવી ગ્રુપના માથાભારે વલ્લી હાલારી અને ઉબેદ શેખ સામે કડક કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે.
બોગસ બિલિંગનું રેકેટ ચલાવનાર યુવી ગ્રુપના શખ્સોની ઓફિસમાંથી અનેક ડોક્યુમેન્ટ મળી આવ્યાં હતા. સર્ચ ઓપરેશનમાં બે બોગસ પેઢીઓ પણ સામે આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવી શકે છે.