Bhavnagar News: ભાવનગરમાં એક નવી બીમારીએ ચિંતા વધારે છે. કોઈ ઝેરી જીવજંતુ કરડી જવાથી દર્દીઓના શરીરમાં ઇન્ફેક્શન ફેલાય છે અને ત્યારબાદ ઓપરેશન કરાવવું પડે છે. હાલતો મેડિકલ ની ભાષામાં સેલ્યુલાઇટિસ નામની બીમારી કહેવામાં આવે છે. દર્દીને જ્યારે જીવજંતુ કરડે છે ત્યારે હાથમાં અથવા તો પગમાં લાલ ચાંદા પડી જતા હોય છે અને ત્યારબાદ ગેંગરીંગ થવાથી ઓપરેશન કરાવવું પડે છે. સરકારી હોસ્પિટલમાં આશ્ચર્યજનક રીતના કેશોની સંખ્યા વધી રહી છે.
કેવા હોય છે લક્ષણો
ભાવનગર શહેર અને જિલ્લાના દર્દીઓમાં એક નવી બીમારીયા જન્મ લીધો છે સામાન્ય રીતે તેના લક્ષણો છે તે દર્દી પાસેથી જાણવા મળ્યા અનુસાર જ્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડે છે ત્યારે સૌપ્રથમ ચાંદા પડી જાય છે લાલ અને ત્યારબાદ સોજો ચડે છે અને ઝડપથી ગેંગરીંગ થવા માંડે છે જેની સારવાર દરમિયાન દર્દીઓને ઓપરેશન કરાવવું પડે છે ભાવનગર ની સિવિલ હોસ્પિટલમાં આવા અસંખ્ય કેસો આવ્યા છે જેમાં દર્દીઓને કોઈ જીવજંતુ કરડી જવાથી ઓપરેશન કરવું પડ્યું હોય. જોકે અત્યાર સુધી આ બીમારીનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ જે પ્રમાણે કેસો વધી રહ્યા છે તે જરૂરથી ચિંતાજનક સાબિત થઈ શકે છે
સામાન્ય રીતે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રમાણ ની અંદર કેસો એડમિટ થયા છે. આ કેસોમાં દર્દીઓને જીવજંતુ કરડી જવાથી ઓપરેશન કરાવું પડ્યું છે પરંતુ કયું એવું જીવજંતુ છે જેનાથી આ પ્રમાણેના કેસો વધ્યા છે તે હજી સુધી ડોક્ટરને પણ જાણવા મળ્યું નથી. જોકે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિકના ધોરણે આ બીમારી વધે નહીં તે માટે દવાનો છટકાવ કરવો જોઈએ અને આ બીમારીનું મૂળ કારણ પણ જાણવું અતિ આવશ્યક છે. કારણ કે માત્ર બે ત્રણ દિવસની અંદર દર્દીને શરીરમાં મોટાભાગના હિસ્સામાં આનું ઇન્ફેક્શન ફેલાઈ જાય છે.
ભાવનગર સિવિલના RMO એ શું કહ્યું?
આ બાબતે ભાવનગર સિવિલ હોસ્પિટલના આરએમઓ તુષાર આદેશરા સાથે એબીપી અસ્મિતાએ વાત કરી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન જીવજંતુઓનો ઉપદ્રવ થતો હોય છે. કોઈ સાપ અથવા તો અન્ય જીવજંતુ કરડી જવાથી આ પ્રમાણેના બનાવો બનતા હોય છે. પરંતુ જે પ્રમાણે કેસોની સંખ્યા વધી રહી છે તે અનેક મુશ્કેલી ઊભી કરી શકે છે. કારણ કે આ બાબતે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં જે દર્દી દાખલ થયા છે તેનું RMO ને પણ ચોક્કસ કારણ માલુમ પડી શક્યું નથી. પરંતુ આનાથી તકેદારી ચોક્કસથી રાખવી જોઈએ તેવું ભાવનગર હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ