Bhavnagar: આજે ભાવનગર શહેરમાં મહાનગર પાલિકાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, આજે અહીં મહાનગર પાલિકાના નવા મેયર અને પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી, ભાવનગર મહાનગર પાલિકાના નવા મેયર ભરતભાઈ બારડ બનાવવામાં આવ્યા છે, મનપાની કમાન હવે ભરત બારડના હાથમાં રહેશે, ભરત બારડે શહેરના વોર્ડ નંબર 7 એટલેકે તખતેશ્વર વોર્ડમાંથી ચૂંટાઇને મનપામાં પહોંચ્યા હતા. 


મનપા મેયરની સાથે સાથે પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવી હતી, જેમાં રાજુભાઈ રાબડીયાની વરણી ચેરમેન તરીકે કરવામાં આવી હતી, જે વડવા-અ વૉર્ડમાંથી આવે છે. આ ઉપરાંત કિશોરભાઈ ગુરુમુખાણીને શાસક પક્ષના નેતા બનાવાયા છે, જે દક્ષિણ સરદાર નગર વોર્ડમાંથી ચૂંટાયેલા છે. મોનાબેન પારેખને ડેપ્યૂટી મેયર બનાવવામાં આવ્યા છે, જેઓ વડવા વોર્ડ નંબર 8માંથી મનપા પહોંચ્યા છે. આ લિસ્ટમાં ઉષાબેન બધેકાને દંડકનુ પદ સોંપવામાં આવ્યુ છે, ઉષાબેન શહેરના વોર્ડ નંબર 12 ઉતર સરદાર નગરમાંથી ચૂંટાયેલા છે.


ભરતભાઈ બારડ ભાવનગર શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય મોનાબેન પારેખને ભાવનગર શહેરના નવા ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા. ભાવનગર મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈની વરણી કરવામાં આવી હતી. તે સિવાય કિશોરભાઈ ભાવનગર મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા.


ભાજપે રાજકોટના નવા પદાધિકારીઓના નામની કરી જાહેરાત



રાજકોટ શહેરના નવા મેયરના નામની જાહેરાત થઈ ગઈ છે. નયનાબેન પેઢડીયા રાજકોટ શહેરના નવા મેયર બન્યા છે તો નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ શહેરના નવા ડેપ્યુટી મેયર બન્યા છે. આ સિવાય મનપાના અન્ય પદાધિકારીઓની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરના નામની જાહેરાત કરવામાં આવી હતી સાથે જ લીલુ જાદવ રાજકોટ મનપામાં શાસક પક્ષના નેતા બન્યા છે.


 


સુરત શહેરના નવા મેયર બન્યા દક્ષેશભાઈ માવાણી


સુરત શહેરના નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, દક્ષેશભાઈ માવાણી સુરત શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય નરેશભાઇ પાટીલ નવા ડેપ્યુટી મેયર બન્યા હતા. ઉપરાંત સુરત મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ બન્યા હતા.શશીબેન ત્રિપાઠી સુરત મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા. તે સિવાય ધર્મેશભાઇ વાણિયાવાળા સુરત મનપામાં દંડક બન્યા હતા. સુરત બાદ રાજકોટ શહેરના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી. નયનાબેન પેઢડીયા રાજકોટ શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ શહેરના નવા ડેપ્યુટી મેયર બન્યા હતા. તે સિવાય મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરના નામની જાહેરાત કરાઇ હતી. લીલુ જાદવ રાજકોટ મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા.  









પ્રતિભા જૈન અમદાવાદ શહેરના નવા મેયર બન્યા હતા. અમદાવાદ શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી બન્યા હતા. તે સિવાય અમદાવાદ શહેરના નવા ડેપ્યુટી મેયર જતીન પટેલ બન્યા હતા. ગૌરાંગ પ્રજાપતિ અમદાવાદમાં શાસક પક્ષના નેતા બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતની ટર્મ પૂર્ણ થઈ છે. તેમની જગ્યાએ નો રિપીટ થિયરી અંતર્ગત હવે આ ત્રણ નવા નામની જાહેરાત કરવામાં આવી હતી.